Wed Aug 26 2026

Logo

કોડીનારના શિવ મંદિર નજીક કૂંડમાં ડૂબી જતા માતા અને બે દીકરીનાં મોત

2026-02-18 21:23:29
Author: Pooja Shah
કોડીનારના શિવ મંદિર નજીક કૂંડમાં ડૂબી જતા માતા અને બે દીકરીનાં મોત

અમદાવાદઃ ગીર સોમાનાથ જિલ્લાના કોડીનારમાં એક ખૂબ જ દુઃખદ ઘટના ઘટી હતી. 

અહીં આવેલા શિવ મંદિરમાં માતા અને બે દીકરીના મોત થયા હતા. આ ઘટનાએ પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોક ફેલાવી દીધો હતો. 

મૃતક મહિલા ઈલા વંશનાં  પતિ રમેશભાઈ વંશ ઉના ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. 

ઘટનાની મળતી માહિતી અનુસારશિવ મંદિર પાસે એક જૂના કુંડ નજીકથી મંદિર તરફ ત્રણેય જતા હતા. કપડા ધોવા માટે મહિલા બાળકીઓ સાથે ગઈ હોવાનું હેવામા આવે છે. કૂંડ ઊંડો હોવાથી ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાળકીઓ તો મૃત્યુ પામી હતી અને માતાને ગામના લોકોએ બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ તેમનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. નાનકડા એવા આદપોકાર ગામમાં આ ઘટનાથી માતમ છવાયો હતો. હાલમાં અક્સમાત તરીકે ઘટનાને જોવામાં આવી રહી છે. પોલીસે વધારાની તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામલોકોના કહેવા અનુસાર કૂંડ પાસે સુરક્ષાજાળી કે કોઈપણ જાતની રેલિંગ નથી. આથી આવા અક્સમાત સર્જાવાની શક્યતા વધી જાય છે. આથી અહીં લાઈટિંગ અને સુરક્ષાજાળીની વ્યવસ્તા કરવામા આવે તેવી માગણી પણ ગ્રામલોકોએ કરી હતી.

 

વધુ જુઓ...