Thu Jun 18 2026

Logo

ઈન્દ્રભારતી બાપુને 'તુ-તારી' કરનારી કીર્તિ પટેલ બાપુના પગમાં પડી ગઈ ને શું કર્યું ?

2026-03-03 12:49:00
Author: Mayurkumar Patel
Article Image

જૂનાગઢઃ કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન બાદ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરી તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. ઘણા દિવસો સુધી આ વિવાદ ચાલ્યો હતો. ઈન્દ્રભારતી બાપુને 'તુ-તારી' કરનારી કીર્તિ પટેલ હોળીના દિવસે બાપુના પગમાં પડી ગઈ હતી. તેણે ઈન્દ્રભારતી બાપુને સાલ ઓઢાડી અને પગે લાગી આશીર્વાદ લીધા હતા.

હોળીના દિવસે કીર્તિ પટેલની સાથે હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા. કીર્તિ પટેલે બંને મહંતોને પણ સાલ ઓઢાડી સન્માન આપ્યું અને આશીર્વાદ મેળવ્યા હતા. હોળીના દિવસે ઇન્દ્ર ભરતી બાપુ સાથે થયેલી મુલાકાત દરમિયાન કીર્તિ પટેલે જણાવ્યું કે ભારતી પરિવારને તોડવાના અનેક પ્રયાસો થયા, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈ સફળ ન થયો. આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, બંને પક્ષ વચ્ચે હવે મતભેદો દૂર થયા છે. સમાધાનની આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.

સોશિયલ મીડિયા સ્ટારે કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. કીર્તિ પટેલે ભવનાથના મેળાના અંતિમ દિવસે પવિત્ર મૃગીકુંડમાં ડુબકી લગાવી હતી. આ બાદ સાધુ સમાજમાં કીર્તિ પટેલ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ બાદ કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. જેના બાદ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.