જૂનાગઢ: આ વર્ષે મહાશિવરાત્રિના મેળાના રવાડી બાદ સાધુ-સંતોની સાથે મૃગીકુંડમાં સ્નાન બાદ વિવાદના કેન્દ્રમાં આવેલી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરી તે અંગે સવાલ ઉઠાવ્યો હતો. ઘણા દિવસો સુધી આ વિવાદ ચાલ્યો હતો. ઈન્દ્રભારતી બાપુને 'તુ-તારી' કરનારી કીર્તિ પટેલ હોળીના દિવસે બાપુના પગમાં પડી ગઈ હતી. તેણે ઈન્દ્રભારતી બાપુને સાલ ઓઢાડી અને પગે લાગી આશીર્વાદ લીધા હતા.ત્યારે હવે આ વિવાદમાં સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ હતા.
કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યા હતા. કીર્તિ પટેલે લખ્યું હતું તે શબ્દસહ અહી છે, "ભગવાની હું કદર કરું છું પણ ઇન્દ્રભારતીના પાછળની સચ્ચાઈ હું કઈશ પ્રુફ સાથે ભગવાની પાછળ ના રાજ હું બધા જાણું છું, આજ દિવસ સુધી તારી બધી વાતો જાણવા છતા હું ચુપ હતી પણ તને તારા ચેલા તારા ને બીજા ગુરુ ના ચેલા પાપી તો પાપી તને તારો અરીસો બતાવું આ મારા સ્વાભિમાન ની વાત છે હવે ગાળો બોલતી હસું એ હું એને આપુ જેને મને આપી હોય હું તો શબ્દો થી ખરાબ છુ પણ બાપુ તમે સુ કરો છો એ હું કઈશ બવ તમારા એક ઇસારે મને કાઢવા માં આવી તમારા ઘણા શિષ્યો હતા કેમ એમને ના કાઢ્યા???? જો તમે ઇન્દ્રભારતી બાપુ ને ગુરુજી બનાવો તો આંગળી પકડી ને સ્નાન કરવા લઇ જાય પણ બીજાના શિષ્યો પાપી વાહ બાપુ વાહ. હર મહાદેવ."
ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચેનો આ વિવાદ ઘણા દિવસો સુધી ચાલ્યો હતો. જો કે બાદમાં ઈન્દ્રભારતી બાપુને 'તુ-તારી' કરનારી કીર્તિ પટેલ હોળીના દિવસે બાપુના પગમાં પડી ગઈ હતી. તેણે ઈન્દ્રભારતી બાપુને સાલ ઓઢાડી અને પગે લાગી આશીર્વાદ લીધા હતા. હોળીના દિવસે કીર્તિ પટેલની સાથે હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી બાપુ પણ હાજર રહ્યા હતા. કીર્તિ પટેલે બંને મહંતોને પણ સાલ ઓઢાડી સન્માન આપ્યું અને આશીર્વાદ મેળવ્યા હતા. હોળીના દિવસે ઇન્દ્ર ભરતી બાપુ સાથે થયેલી મુલાકાત દરમિયાન કીર્તિ પટેલે જણાવ્યું કે ભારતી પરિવારને તોડવાના અનેક પ્રયાસો થયા, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી કોઈ સફળ ન થયો. આ નિવેદનથી એવું લાગી રહ્યું છે કે, બંને પક્ષ વચ્ચે હવે મતભેદો દૂર થયા છે. સમાધાનની આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.
સોશિયલ મીડિયા સ્ટારે કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. કીર્તિ પટેલે ભવનાથના મેળાના અંતિમ દિવસે પવિત્ર મૃગીકુંડમાં ડુબકી લગાવી હતી. આ બાદ સાધુ સમાજમાં કીર્તિ પટેલ સામે રોષ ફાટી નીકળ્યો હતો. આ બાદ કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. જેના બાદ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.