કેલિફોર્નિયાઃ સ્માર્ટફોનમાં સિક્યોરિટી ફિચર્સને ધ્યાને રાખીને યુવા વર્ગ ફોનની ખરીદી કરતા હોય છે. ઘણીવાર એવું બને છે કે, ફોન જ આખો ચોરાય જાય તો? આવી પરિસ્થિતિ ઊભી થાય એ સમયે સૌથી વધારે મુશ્કેલી ઊભી થાય છે. સ્માર્ટ બનાવતી કંપનીએ હાલમાં એ ટેક્નોલોજીનું પરિક્ષણ કરી રહી છે, જેમાં ફોન ચોરાઈ જાય તો પણ એક ક્લિક કરતા જ ફોન એ ચોર માટે નક્કામો બની જાય. આવી ટેક્નોલોજી અગાઉ ક્યારેય કોઈએ વિચારી જ ન હતી.સ્માર્ટ બનાવતી કંપનીઓ હવે ચોરાઈ રહેલા ફોનની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે એક ઉકેલ શોધી રહી છે.
શું છે આ નવી ટેક્નોલોજી?
બ્રિટનની એક ટેલિકોમ કંપની વર્જિયા મીડિયા અને વોડાફોન થ્રીએ અક્કલ કામ ન કરે એવી ટેક્નોલોજી વિકસાવી છે, જેને કિલ સ્વિચ ટેક્નોલોજી નામ આપવામાં આવ્યું છે. આની મદદથી માત્ર એક ક્લિકમાં જ ચોરી થયેલો સ્માર્ટ ફોન એક ક્લિક કરતા જ નક્કામો બની જશે. એટલું જ નહીં ફોનમાં એક્સેસ કર્યા બાદ કે મચડ્યા બાદ જો કોઈ ફોન વેચવા માટે માર્કેટમાં જશે તો પણ ખ્યાલ આવી જશે કે, ફોન ચોરેલો છે અને નક્કામો છે. રીસેલ વેલ્યું પણ નહીં મળે. બન્ને કંપનીઓના સંયુક્ત સાહસથી ફોન ચોરીના રિપોર્ટમાં ઘટાડો થશે પણ હજું કેટલાય પડકારોનો સામનો કરવાનો બાકી છે. કંપનીના પ્રોજેક્ટ અનુસાર બધુ વ્યવસ્થિત રહ્યું અને પ્લાનિંગ સાથે આગળ વધ્યું તો ચોરને પણ ખ્યાલ આવી જશે કે, હવે ફોન ચોરવાથી કોઈ ફાયદો નહીં થાય.
ફોન નક્કામો બની જશે
હાલમાં તો કંપની આ ટેક્નોલોજીને રીટેલ સ્ટોર પર રહેલા ફોનની સિક્યોરિટી માટે લાવી રહી છે. જે તે આઉટલેટમાંથી થતી ફોનની ચોરીને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર એકલા લંડનમાં જ ગત વર્ષે 70 હજારથી વધારે સ્માર્ટ ફોન ચોરી થઈ ગયા હતા.
પોલીસ તપાસમાંથી એ રિપોર્ટ મળ્યો હતો કે, ચોરાયેલા ફોનની કિંમત આવતી નથી. આ જ પગલું યથાવત રાખવું જોઈએ જેથી ચોર ફોન ચોરવાનું બંધ કરે. જો ચોરને પહેલાથી જ ખ્યાલ આવી જશે કે, ચોરાયેલો ફોન કંઈ કામનો નથી તો ફોન ચોરીને તે બ્લેક માર્કેટમાં વેચવા માટે નહીં જાય. આનાથી રિટેલ ફોનના વેપારીઓ, આઉટલેટના માલિકોને મોટી સુરક્ષા મળશે. ખાસ કરીને મોટા આઉટલેટમાંથી ચોરાતા ફોનના મુદ્દે આ સમસ્યા હતા. આ ટેકનિક આવતા એમાંથી રાહત થશે.
કેવી રીતે ઉપયોગી સાબિત થશે?
કિલ સ્વિચ ટેક્નોલોજીથી દૂરથી એટલે રિમોટલી જે તે ફોનને હંમેશા માટે ડેડ કરી દેશે. રિપોર્ટ અનુસાર આ એ પ્રકારની ટેક્નોલોજી છે, જે ડાયરેક્ટ કોઈ પણ સ્માર્ટફોન પર કામ કરશે.એ પણ નોટિફાય કરશે કે, આ ફોન અત્યાર સુધી કોઈને વેચવામાં આવ્યા નથી. આવા સ્માર્ટફોનને કોઈ ચોરી લે છે તો ફોન ચાલું થતા જ જે તે સિસ્ટમમાંથી તેને સરળતાથી ઓળખી શકાશે.
આ પછી હેન્ડસેટ કે ડિવાઈસની જાણકારી મળતા જ ડેટાબેઝમાં સર્ચ કરી શકાશે. એક રિમોટ કમાન્ડની મદદથી ફોન કાયમી ધોરણે ડેડ થઈ જશે. હકીકતમાં આ ટેક્નોલોજીનો પ્રાથમિક હેતુ રીટેલ માર્કેટ અને આઉટલેટમાં રાખવામાં આવેલા, નવા લૉંચ થયેલા ફોનને સુરક્ષિત કરવાનો છે.
હાલમાં આ ટેક્નોલોજી રિટેલ સેક્ટર માટે તૈયાર કરવામાં આવી રહી છે. કિલ સ્વિચ એ જ ડિવાઈસ પર કામ કરશે જે હકીકતમાં આઉટલેટ કે રિટેલરની સંપત્તિ છે.
કંપનીઓએ કર્યું દબાણ
એકવાર જો આવો ફોન કોઈ ગ્રાહકને વેચી દેવામાં આવ્યો તો રિમોટ કમાન્ડની મદદથી કંપનીઓ એમાં કંઈ કરી શકશે નહીં. કંપની જે તે સર્વરમાંથી પણ તેને ડિસેબલ કરી નહીં શકે.હકીકત એ પણ છે કે, એપલ અને સેમસંગ જેવી કંપનીઓ હવે પોતાના ગ્રાહકોને સુરક્ષા આપવા માટે પણ આ પ્રકારની ટેક્નોલોજી તૈયાર કરવા માટેનું દબાણ કંપની પર કરી રહી છે. હાલમાં આનું ટેસ્ટિંગ લંડનમાં ચાલી રહ્યું છે.
ડિસેબલ ફોન એકવાર સર્વરમાંથી જ બંધ થઈ ગયા બાદ એમાં કોઈ જ પ્રકારના એક્સેસ રહેતા નથી. લોક ક્રેક થતું નથી. માત્ર એક ડિવાઈસ બની રહે છે. આ માટે લંડન પોલીસ પણ આ અંગે સુરક્ષા સંબંધિત વિચાર કરી રહી છે. જો ખરેખર આવું થયું અને ભારતમાં પણ રિટેલર્સ સુધી આ ટેક્નોલોજી પહોંચી તો કેટલાક આઉટલેટ કે રિટેલર્સમાંથી ફોનનો ખોટો ઉપયોગ થતો પણ બચી જશે. ભવિષ્યમાં આ જ ટેક્નોલોજી ગ્રાહકો સુધી પહોંચી તો ચોર માટે સ્માર્ટફોનની ચોરી ખોટ ખાવાનો પ્રયાસ બની રહેશે.