કેલિફોર્નિયાઃ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક એક યા બીજી રીતે સતત અને સખત રીતે ચર્ચામાં રહે છે.હવે આ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ડાઉન થઈ જતા યુઝર્સ હેંગ થઈ ગયા હતા. ડેસ્કટોપ વર્ઝનમાંથી પણ જે યુઝર લોગઈન કરી રહ્યા હતા એમને પણ લાંબા સમય સુધી રાહ જોવાની નોબત આવી હતી. રવિવારે બપોરના સમયે ફેસબુક સમગ્ર દુનિયામાં ડાઉન થઈ ગયું હતું.પ્લેટફોર્મ હેંગ થઈ જતા અનેક યુઝર્સ પોતાની પોસ્ટ રીફ્રેશ કરી શકતા ન હતા. કેટલાકને લોગઈન કરવામાં પણ મુશ્કેલી પડી હતી. એ પછી ફેસબુક કંપની સુધી આ મામલો પહોંચતા યુદ્ધના ધોરણે બગનું સોલ્યુશન કરવામાં આવ્યું હતું.
ત્રણ પ્રકારની મુશ્કેલી
આ વખતે ફેસબુક ડાઉન થતા ત્રણ પ્રકારની સમસ્યાઓ જોવા મળી હતી. કેટલાક લોકોની ફીડ રીફ્રેશ થતી ન હતી. એક જ પ્રકારનો ડેટા કે કોન્ટેટ વારંવાર દેખાઈ રહ્યા હતા. કેટલાક લોકોને પોતાની પ્રોફાઈલમાં લોગઈન કરવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક લોકોને લોગઈન થઈ ગયા બાદ પણ વેબસાઈટ પૂરી રીતે લોડ થઈ રહી ન હતી. યુઝર્સની પ્રતિક્રિયાના આધાર પર કંપનીએ તપાસ શરૂ કરી દીધી હતી.
ફેસબુક વેબ પ્લેટફોર્મ પર સૌથી વધારે મુશ્કેલીઓ પડી રહી હતી. જ્યારે મોબાઈલ એપ્લિકેશન ઝડપથી ચાલું થઈ જતા કેટલાક યુઝર્સને મોટી રાહત થી હતી. એ પછી મોબાઈલ એપ્લિકેશન રેગ્યુલર રીતે કામ કરી રહી હતી. બ્રાઉઝર પર જ્યારે કેટલાક યુઝર્સની મુશ્કેલી લાંબા સમય સુધી યથાવત રહી હતી. કેટલાક યુઝર્સે ત્યાં સુધી રહ્યું હતું કે, વેબસાઈટ અને મોબાઈલમાંથી પણ સ્લો રીસપોન્સ છે અને લોડિંગ અંગે મુશ્કેલીઓ પડી રહી છે.
ટેકનિષ્ણાંતોનો મત
સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ સાથે આવું પહેલીવાર થયું નથી. આ પહેલા પણ ફેસબુકની એપ્લિકેશનમાં બગ ઈસ્યૂના કારણે આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ વખતે કંપનીએ આવું થવા પાછળનું કારણ શું છે એ અંગે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. ટેક નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, વેબસાઈટ પ્લેટફોર્મ પર કોઈ લાંબા સમય સુધી બગ એક્ટિવ થાય ત્યારે આ પ્રકારની મુશ્કેલી ઊભી થાય છે.
પણ ખાસ વાત એ છે કે, આ વખતે આ સમસ્યા કોઈ ચોક્કસ રીજીયન પૂરતી સમિત ન હતી. સમગ્ર દુનિયામાં વેબસાઈટ પ્લેટફોર્મ ડાઉન થઈ ગયું હતું. જ્યારે મોબાઈલ એપ્લિકેશન ધીમી પડી હતી. મોબાઈલ એપ્લિકેશન પર રીફ્રેશ કરતા નવા કોન્ટેટ લોડ થવામાં વાર લાગતી હતી. એકાઉન્ટ ટેમ્પરરીલી અનઅવેલેબલનો મેસેજ આવતા કેટલાય યુઝર્સ ડરી ગયા હતા. યુઝર્સને એવું લાગ્યું હતું કે એકાઉન્ટ હેક થયું છે અથવા સસ્પેન્ડ થઈ ગયું છે.