કેલિફોર્નિયાઃ ઈન્સ્ટાગ્રામ પર આગામી સમયમાં લોંગ વીડિયો જોવા માટે ટેવાયેલા યુઝર્સ માટે એક મોટી અને મહત્ત્વની અપડેટ્સ આવી રહી છે. આ માટે કંપનીએ એક ફીચર તૈયાર કર્યું છે. મેટાએ આ ફીચરને રોલ આઉટ કરતા પહેલા ટેસ્ટિંગ માટે મૂક્યું છે.
સામાન્ય રીતે ફેસબુકમાં આવા લોંગ ફોર્મેટના વીડિયો જોવા મળે છે, જ્યારે ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવા મળે છે. આ ફીચરને વધારે એક્સપાન્ડ કરવા માટે કંપની હવે ઈન્સ્ટાગ્રામ પર લોંગ વીડિયો ફોર્મેટને રોલ આઉટ કરવાની યોજના બનાવી છે. આ ફીચરનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
કંપનીનો ટાર્ગેટ શું?
આ ફીચર પાછળ કંપનીનો હેતુ પોસ્ટકાસ્ટ, કોમેડી, ફિલ્મ શોટ, સીન, મેસેજિંગ અને મોટિવેશનલ વીડિયો ફોર્મેટને લોંગ ફોર્મેટમાં સ્વિપ કરીને લાંબા સમય સુધી યુઝર્સને ક્નેક્ટ રાખવાનો છે. એક જ વિષયના આરંભથી અંત સુધીના કન્ટેન્ટને એક જ ક્લિક અને ફોર્મેટ પર આપવાનો યુઝર્સનો હેતુ રહ્યો છે. બ્રાઝિલમાં આ ફીચરનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું આ પછી હવે કંપની ભારત માટે આ ફીચર કેવી રીતે રોલ આઉટ કરે છે એના પર સૌ યુઝર્સની નજર છે.
કંપનીનો લક્ષ્યાંક એવો છે કે, યુઝર્સ વીડિયો પ્લેટફોર્મ માટે પણ ઈન્સ્ટાગ્રામ છોડીને બીજે ક્યાંય ન જાય. આ ફીચર રોલઆઉટ થયા બાદ ઈન્સ્ટાગ્રામમાંથી જ તમામ લોંગ વીડિયો માટેની સિસ્ટમ એક્ટિવ થતા યુઝર્સને એક મોટું એક્સેસ મળી રહેશે. ઈન્ટાગ્રામ પર જ જો કોઈ યુઝર રીલ્સ ટેબ જઈને કોઈ લોંગ વીડિયો ફોર્મેટ કે પોડકાસ્ટ જુવે છે તો આરંભથી અંત સુધી તેને એક જ પ્રકારના વિષય સંબંધિત વીડિયો જોવા માટેનું કન્ટેન્ટ મળી રહેશે. એક્સપ્લોર સેક્શન અને એપ્લિકેશનમાં અન્ય એક ટેબના ફીચરમાં આ નવું ફીચર આવી શકે છે.
TV પર એક્સેસ કરી શકાશે ઈન્સ્ટાગ્રામ
કંપનીની યોજના ટેસ્ટમાં સફળ પુરવાર થયા બાદ ફીચરને પોતાના લાખો-કરોડો યુઝર્સ સુધી આ ફીચટરને પહોંચાડવાની રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, યુટ્યુબ પર આવતા લોંગ વીડિયો ફોર્મેટને ટક્કર આપવા માટે આ ફીચરને રોલ આઉટ કરવામાં આવી રહ્યું છે. યુટ્યુબ પર પોડકાસ્ટ, ઈન્ટરવ્યૂ, કૉમેડી શૉ અને એક વિષયની આરંભથી અંત સુધીની સમજૂતી આપતા વીડિયો પ્રાપ્ય છે.
યુટ્યુબમાં પોલિસી અનુસાર એડથી થતી કમાણીનો 55 ટકા ભાગ તે ક્રિએટર્સને પણ આપે છે. આ પહેલા ઈન્સ્ટાગ્રામ પર IGTV ફીચર થકી લોંગ વીડિયો આવતા હતા. જે પછીથી બંધ થઈ ગયું હતું. પછી રીલ્સને ઈન્ટ્રોડ્યૂસ કરતા ફીચર વધારે પોપ્યુલર બન્યું હતું. આ ફીચરની મદદથી કંપની હવે વધુ એકવાર લોંગ વીડિયો ફોર્મેટને વધારે એક્સેબલ કરીને કરોડો યુઝર્સ સુધી પહોંચવા માટેની યોજના બનાવે છે.
ખાસ વાત એ છે કે, આ લોંગ ફોર્મેટના વીડિયો મોબાઈલ પૂરતા જ સિમીત નહી રહે. ટીવી પર એક્સેસ આપીને ટીવીમાં પણ આ વીડિયોને સરળતાથી પ્લે કરી શકાશે. આ માટે કંપનીએ ટીવી લોગઈન માટેનું ફીચર પણ તૈયાર કર્યું છે. જેની અપડેટ તે આગામી સમયમાં જાહેર કરી શકે છે. ઈન્સ્ટાગ્રામ ટીવી એપ્લિકેશનની મદદથી આ ફીચરને એક્સેસ કરી શકાશે. આ સિવાય સેમસંગ અને ગુગલ ટીવીની મદદથી પણ ફીચર સુધી પહોંચી શકાશે.
લાઈવ ફીચરમાં પણ કરાશે ફેરફાર
ટીવી પર ઈન્સ્ટાગ્રામ ચલાવવાનો અનુભવ નવો રહેશે પણ કેટલો સફળ જશે એ અંગે ખાસ કોઈ વિગત અત્યારે કહી શકાય એમ નથી. આ એક પ્રયોગ છે. જેના દ્વારા કંપની પોતાની સર્વિસને વધારે પ્લેટફોર્મ અને ડીવાઈસ ફ્રી બનાવવા માટે તૈયારીઓ કરી રહી છે.
મોબાઈલ વીડિયો સેવ કરીને તેને ડાયરેક્ટ ટીવીમાં પ્લે કરવા માટે પણ કંપનીએ કેટલાક ઓપ્શન વિચારેલા છે. આ અંગે તે કોઈ નવી વિગત શૅર કરે ત્યારે આખી યોજના સામે આવશે. કંપનીએ એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે, ખરેખર આ ફીચર દ્વારા તેનો હેતુ શું છે અને કોઈ ક્રિએટર્સને આના દ્વારા આર્થિક રીતે કેટલો ફાયદો થશે. ખાસ કરીને લોંગ વીડિયો ફોર્મેટમાં કોઈ ક્રિએટર્સ પોતાના વીડિયો કોન્ટેટ મૂકશે તો એ ફ્રી થશે કે એનાથી ભવિષ્યમાં કોઈ કમાણી થશે એ અંગે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી.
આ સિવાય આગામી સમયમાં ઈન્સ્ટાગ્રામ પર સિરીઝ નામનું ફીચર પણ આવી રહ્યું છે. આ સિવાય લાઈવ ફીચરમાં પણ કેટલાક ફેરફાર કંપની કરી રહી છે. લાઈવ સ્ટ્રિમથી એવું પણ શક્ય છે કે, જે યુઝર્સ તેને ફોલો નથી કરતા ત્યાં સુધીને કોન્ટેટને પહોંચાડી શકાશે. આ ફીચર હાલમાં ઈન્ડોનેશિયા અને બ્રાઝિલમાં રોલઆઉટ કરી દેવાયું છે. ભારત માટે ક્યારે આવશે એ અંગે કંપની હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.