Tue Jul 28 2026

Logo

આજે આટલું જ: ખાન સર વિરુદ્ધ ફૈસલખાન

2026-06-28 08:06:00
Author: Shobhit Desai
Article Image

 

 

 

- શોભિત દેસાઈ

 

સાવ આંશિક, થોડું, સહેજ ચોમાસું અને એય લગભગ બેઠું છે,શીતળ સમાચાર તરીકે, કદાચ કાળઝાળ ગરમીથી દેશના વિવિધ ભાગોમાં ચાલતાં આંદોલનોમાં શામેલ વહાલીડાઓ માટે, અમારા કાકા ઉમાકાંત દેસાઈ -, ‘રામરાજ્ય’ અને ‘ભરત મિલાપ’ના લક્ષ્મણનો પ્રિય શબ્દ જે એ વરસાદ માટે વાપરતા. જય સિયારામ, આવી વરસતી આગમાં ઊતરતા આંદોલનકારીઓ કેટલા દી ટકી શકે છે એ જોવાનું રહ્યું. દરેક આંદોલન અમને શાતા પહોંચાડે છે. ચાલતી ગેરરીતિના ઈલાજ તરફ જવા બદલ. રામદેવજીનું આંદોલન એમની કંપનીને ક્યાંનું ક્યાં લઈ ગયું, ભલે સાધુએ સંપત્તિથી દૂર રહેવું જોઈએ એવું શાસ્ત્રોમાં લખ્યું હોય. આ તો કંપનીનો વિકાસ છે ને! Indian Companies Act 1956 પ્રમાણે વ્યક્તિ અને કંપની તદ્દન ભિન્ન છે.

Company is a separate legal entity and it has nothing to do with "humans.'તમને તો યાર બધું ભેળસેળ કરવાની એવી બદઆદત પડી ગઈ છે! પછી બીજું આંદોલન એક જ ફિલ્મના હીરો જેવા અન્ના હજારેનું... ભલે એક જ ફિલ્મ માટે આવ્યા પણ કેવો અરવિંદ વારસો છોડી ગયા! કદાચ કોઈએ plant તો નહીં કર્યાં હોય?! જે હોય તે, અરવિંદે બધા જ યાત્રાળુઓના સંઘના પાસા ઉલટાવી દીધા એ કંઈ નાની મોટી વાત નથી. ભલે કુમાર્ગે કે સુમાર્ગે, કશેક તો પહોંચાયું! પછી નિર્ભયા ને પછી ફલાણાં ને પછી ઢીકણાં આંદોલનોની કોઈ ખોટ છે? અને છતાંય દેશની હરામખોર કાયદા વ્યવસ્થા બળાત્કારીને જામીન આપે જ છે! ભલે ઉપલી કોર્ટમાં રદ થાય. કોઈને કયારેય એ વિચાર આવ્યો છે કે નીચલી કોર્ટના યોર હોનરનાં ગજવામાં કેટલાં ખણખણિયાં બચાવ વકીલે નાખ્યા હશે કે એ આવા માટે ‘આવા’ પાસેથી આવું જજમેન્ટ લઈ આવ્યો! અને ચૂપ થઈ ગયા બધા બચાવ - ફરિયાદી વકીલો.

આ બધાની સિદ્ધિઓને ઉજાગર કરતી એક ફિલ્મ બનાવવી જોઈએ હોલિવૂડના કોઈ પ્રોડ્યુસર માટે. અહીં ના બની શકે. અહીં નિર્માતા ખરીદાઈ જાય કે માર્યો જાય. આવું ઘણું બધું
Space  ભરવા લખી શકાય પણ વાત કરવી છે મિસ્ટર ફૈસલખાનની. એટલો નાનો છે ઉમ્મરમાં કે સર જેવું ગંદુ અંગ્રેજી ટાઈટલ આપીને મારે એની સ્વભાવગત નિર્દોષતા નથી ખરડવી. અને એટલો મોટો છે કર્મથી કે કોઈ પણ ટાઈટલ બહુ વામણું પડે. મુસ્લિમ છે અને मा फलेषु कदाचन  નો સાચો અર્થ કદાચ અર્જુન પછી એણે પકડયો હોય એમ હું માનું છું. રાજેન્દ્ર શુકલએ નર્મદની અંજલિ આપતી એક ગઝલમાં શેર મુકયો હતો એ માણસ એટલે ખાન...

 

કરીને પાત્ર સૌ ખાલી ખરેખરના પીનારાએ

તૃષા અકબંધ રાખી છે કે બારે મેહ છે આગે

 

John Le Carre“u Novel THE NAIVE AND SENTIMENTAL Loverમાં એક વાકય 47 વરસ પહેલા અમારા ગાઢ દર્શન જરીવાલાએ સુણાવ્યું હતું : A man is to be judged not by what he gets, but Dy what he is looking for...

શબદની સલ્તનત છોડો, ગઝલનું તખ્ત પણ છોડો

ચલો ઓ શ્ર્વાસ મારા! કે હજી ફત્તેહ છે આગે...

 

દાખલા તરીકે તમે જોઈ/અનુભવી શકો છો દસ - પંદર - વીસ માઈલનું અંધકારનું સામ્રાજય જેને તોડી ફોડી નાખવા માત્ર એક જ આગિયાની ઝબુકની જરૂર છે.

બધા સામ્રાજય તૂટ્યા અલ્પતાથી

તિમિર ડરતું રહે છે આગિયાથી

શોભિત દેસાઈ.

 

જે થયું છે ખાન દ્વારા એનો અહીં પાછો ઉલ્લેખ કરીને મારે અંધભક્તિમાં નથી પડવું, પણ મારું માનવું છે કે ભલે ના મળે સત્ય પોતાનો અવાજ શોધી જ લેતું હોય છે. કોઈ નંબર જ ન અપાય એવી ન્યૂઝ ચેનલ અને એક અશુભ પત્રકાર કરોડની કમાણી કરવા માટેનો કીમિયો ખાન પર માંડે તો હજી અગાઉના ભારતના થોડાક પુણ્યના પ્રતાપે એ ‘ખારીજ’ થઈ જાય એ ખાન તત્પૂરતા તો હાનિ વગરનાં રહે. અને આ તો ખાનની જિંદગી સાથેની મહોબ્બતની શરૂઆત છે.

જોતા જાઓ હજી 140 કરોડના મહેરામણમાંથી કોણ કોણ એને પછાડે/ઉગારે છે. ખરાબમાં ખરાબમાં પણ સારું ઢંકાઈને પડ્યું જ છે અને અન્યોન્ય. પણ એક ઉમદા વ્યક્તિત્વ આ આગમાં વધુ તપી, પોતાના 24 કેરેટમાં હજી વધુ થોડા ઉમેરીને બહાર આવશે એ નક્કી. અને આજની તારીખમાં ઝૂંપડામાં લાઈટ ન હોવાને લીધે હજીય રાતે વાસણ ઘસવાનાં કામો કરતી/કરતો હોવાને કારણે ખાનના અતિ ગરીબ માટેના ખાસ સવારના વર્ગો ભરીને
IPS Officer બનનારી/બનનારા સમગ્ર સિસ્ટમ બદલવાની શરૂઆત કરશે એવી આશ તો રાખીએ!

 

નિષ્કર્ષ આટલો જ છે ઊંડી તલાશનો

જીવન છે જેનું નામ, છે વિસ્તાર આશનો

નિષ્ફળતા માટે ખૂબ પ્રયત્નોની છે જરૂર

બાકી સફળતામાત્ર તો છે ખેલ તાશનો.

    શોભિત દેસાઈ

 

ખાન: હમ હૈના આપકે સાથ... આપકો કયા લગતા હૈ હમ આપકો છોડ દેંગે?!

 

શિષ્ય: (ભાવાવેશથી તરબોળ) વીડિયો જબ જબ દેખતે હૈ ના સર તો આપકો ક્યા લગતા હૈ, હમ ભી આપકો છોડ દેંગે. (ડૂમો) આપ કો કુછ હોગા ના સર, તો હમ (સમજી જાઓ)) જો દેખ રહે હૈં યે કલીપ, મહેરબાની કરકે ઈસે લાઈક ના કરે. ઐસી અનેક કલીપ બનાયે. મીડીયા અગર નહીં હૈ તો હમ રેગીસ્તાનમેં ले जा कर पानी निकालेंग. હમ હૈં ન સર!

 

આજે આટલું જ.