Mon Aug 31 2026

Logo

ઈરાન અમેરિકા વચ્ચે સીઝફાયરનું એલાન થતા શ્રીનગરમાં સેલિબ્રેશન

2026-04-08 21:43:20
Author: Mumbai Samachar Team
ઈરાન અમેરિકા વચ્ચે સીઝફાયરનું એલાન થતા શ્રીનગરમાં સેલિબ્રેશન

શ્રીનગરઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરના એલાન બાદ જમ્મી કાશ્મીરના પહાડી વિસ્તારમાં અનેક જગ્યાઓ પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સેલિબ્રેશન કરી રહેલા લોકોએ ઈરાનનો ફ્લેગ બતાવ્યો અને ઈરાનની આ અમેરિકા સામે જીત ગણાવી હતી. રિપોર્ટ અનુસાર કાશ્મીરના પહાડી વિસ્તારોમાં શિયા બહુલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર સેલિબ્રેશન કરવા માટે ઊતર્યા હતા. 

રસ્તા પર લોકોએ કર્યું સેલિબ્રેશન
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના એલાન બાદ કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.આ ઘટનાને લોકોને ઈરાનની જીત ગણાવી દીધી હતી. શ્રીનગર શહેરના સૈદાક અને જદીબલ વિસ્તારમાં સેલિબ્રેશન કરાયું, બડગામ, બારામુલા, ગાંદરબલ, પુલવામા અને બાંદીપોરા જિલ્લામાં સેલિબ્રોશન કરવામાં આવ્યું હતું. ઈરાની ધ્વજ સાથે લોકો રસ્તા પર આવ્યા હતા. યુદ્ધ વિરામનું એલાન થતાં જ આ વિસ્તારના રહેવાસીઓ ખુશ થઈ ગયા હતા. આ દરમિયાન કાશ્મીરના આ નાગરિકોએ કાહવાનું વિતરણ કર્યું હતું. આ યુદ્ધવિરામનું બડગામે આનંદપૂર્વક સેલિબ્રેશન થયું. બડગામમાં શિયા સમુદાયના એક સભ્ય એ કહ્યું હતું કે, આ યુદ્ધવિરામ એક જીત છે. 

ઈરાને એ સગીર
ઈરાન સાથે એકતા વ્યક્ત કરવા માટે કાશ્મીરમાં મોટા પાયે ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન લોકોએ ઈરાનના લોકોને મદદ કરવા માટે પૈસા અને અન્ય કિંમતી વસ્તુઓનું દાન કર્યું હતું. કાશ્મીર અને ઈરાન ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક સંબંધો ધરાવે છે, તેથી જ કાશ્મીરને ઘણીવાર 'ઈરાન-એ-સગીર' (નાનું ઈરાન) તરીકે ઓળખવામાં આવે છે.