Wed Jun 03 2026

Logo

સિનિયર કલાકારોનું દમદાર 'કમબેક', આ કલાકારે તો દાયકા સુધી બ્રેકની મજા માણી હતી...

2026-06-03 18:48:10
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ એક્ટિંગની દુનિયામાં જ્યારે પણ કોઈ કલાકર એન્ટ્રી કરે છે ત્યારે તે પાત્રમાં જીવ રેડી દે છે. માત્ર કરવા પૂરતો અભિનય કોઈ કરવાના બદલે એ પાત્રને સ્ક્રિન પર જીવી જાણે છે. પણ એક ચોક્કસ સમય બાદ બોલિવૂડની વિશાળ દુનિયામાં કામ ન મળવાના કારણે ઓટોમેટિક બ્રેક લાગી જાય છે. તો કોઈ કલાકાર વગર કોઈ કારણ આપ્યે એક્ટિંગની દુનિયાથી દૂર થઈ જાય છે, જ્યારે આવા કલાકારો કમબેક કરે છે ત્યારે એ કમબેક પણ ધમાકેદાર બની જાય છે. એક પાત્રમાં ફરી જીવી લેવા માટે પ્રયાસ કરે છે. એક સમયના સિનેસ્ટાર્સ ગણાતા ઘણાય એવા કલાકારોએ દમદાર એન્ટ્રી કરી છે જેની ચર્ચા ચારેયકોર થઈ રહી છે. ભલે પહેલા જેટલું સ્ટારડમ એમને મળતું નથી પણ સ્ક્રિન પર એક છાપ છોડીને જાય છે. 

દમદાર કમબેક કરિશ્માનું

જે રીતે સિનેસ્ક્રિન પર કમબેક થાય ત્યારે દર્શકોને એક શોક લાગે છે, ઈમોશન જાગે છે. એમ રીયલ લાઈફમાં પણ થાય ત્યારે એ કલાકારના ચાહકવર્ગને મોજ પડી જાય છે. આ કલાકારોમાંથી ઘણાય હજુ પણ એવું સાબિત કરી જાય છે કે, ટેલેન્ટ હજુ એમનામાં જીવે છે. કરિશ્મા કપૂર એ કલાકારોમાંથી એક છે. 90 અને 2000ના દાયકાની સફળ એક્ટ્રેસે ગણાય ફેન્સના દિલ પર રીતસર રાજ કર્યું, એકથી એક ચડિયાતી ફિલ્મ અને તમામ ફિલ્મના ગીત હીટ જતા હતા. 

દિગ્ગજ સિનિયર કલાકારો સાથે કામ કરવાનો પણ એમને ચાન્સ મળ્યો અને ફ્લોપ ફિલ્મની માર પણ વેઠવી પડી. સમય જતા તેમણે ફિલ્મોથી અંતર બનાવી લીધુ અને સ્ક્રિન પર આઉટ થઈ ગઈ હતી. એક લાંબા બ્રેકબાદ 'બ્રાઉન' નામની સીરિઝમાં જોવા મળશે. પોલીસ ઓફિસરના રોલમાં તે દમદાર એક્ટિંગ કરતી જોવા મળશે. કરિશ્માએ આ સીરિઝ કરીને સાબિત કર્યું કે તે એક્ટિંગમાં હજું પણ સારી છાપ છોડી શકે છે.

10 વર્ષ સુધી મેસેજથી દૂર

સુસ્મિતા સેનનો ડેબ્યુ ભલે ફ્લોપ રહ્યો હોય પણ આખરે એક્ટિંગના દમ પર તેમણે ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી લીધી. કરિયરમાં એકથી એક હીટ ફિલ્મ આપ્યા બાદ વેબસીરિઝમાં પણ હાથ અજમાવ્યો અને સફળતા પણ મેળવી. ફિલ્મોમાંથી લાંબો બ્રેક લઈને વેબસીરિઝ પર હાથ અજમાવ્યો હતો. 10 વર્ષ સુધી એક્ટિંગથી દૂર કર્યા બાદ આર્યા વેબસીરિઝ કરી હતી. 

આ સીરિઝમાં એક દમદાર લેડીનું પાત્ર પ્લે કરીને ક્રાઈમની દુનિયામાં એવા ઝંડા લહેરાવ્યા કે, પોલીસ પણ ચોંકી ગઈ હતી. પતિના મોત બાદ તે ક્રાઈમની દુનિયામાં એન્ટ્રી લેવા માટે મજબૂર બની હતી. આ સીરિઝમાં એની એક્ટિંગે સૌને ચોંકાવી દીધા હતા. માધુરી દીક્ષિતે પણ એક સમયે એકથી એક ધમાકેદાર ફિલ્મો આપી છે. 

લગ્ન અને બાળકોની જવાબદારીના કારણે લાંબા સમય સુધી એક્ટિંગ કરવી શક્ય ન બની.'આજા નચ લે' ફિલ્મથી કમબેક કર્યા બાદ વેબસીરિઝ 'મિસિઝ દેશપાંડે' પણ કરી હતી. ફિલ્મ ખાસ કોઈ જાદુ કરી શકી ન હતી. પણ લોકો માધુરીને ઓન સ્ક્રિન જોઈને ખુશ થઈ ગયા હતા.

રેખાએ પણ કર્યું હતું કમબેક

'જુગ જુગ જિયો' ફિલ્મથી કમબેક કરનાર નીતુ કપૂરને સ્ક્રિન પર જોઈને ફેન્સ ચોંકી ગયા હતા. લગ્ન બાદ નીતુ કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લાંબો બ્રેક લઈ લીધો હતો. પણ આ ફિલ્મમાં કોમેડી, ડ્રામા, ઈમોશન અને પરિવાર સાથે જોડાયેલા સંબંધો પર કામ કરીને સ્ક્રિન પર પોતાની ટેલેન્ટ બતાવી હતી. 

ફરદીન ખાન એક સમયે સ્ટાર ગણાતો હતો, પોતાના ફિલ્મી કરિયરમાં ખાસ કોઈ મોટી ફિલ્મમાં કામ કર્યું નથી પણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'હીરામંડી'થી દમદાર કમબેક કર્યું હતું. 'સુપર નાની'થી સ્ક્રિન પર કમબેક કરનાર રેખાએ ફરી એકવાર સાબિત કર્યું હતું કે, એ સ્ટાર હતી અને સ્ટાર જ રહેશે. એક સમયે પોતાની સમમોટી ફીને લઈને આ જ એક્ટ્રેસ ચર્ચામાં રહી હતી.