Wed Jun 17 2026

Logo

ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવા શબ્બીરને પહેલાં દારૂ પિવડાવ્યો, પછી 50 હજાર આપવાની વાત કરી.... પછી 50 હજાર આપવાની વાત કરી....

2026-01-17 12:54:00
Author: Vimal Prajapati
Article Image

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુમાં ગત 16 જાન્યુઆરીએ ખેડૂત સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ હાજરસ રહ્યાં હતાં. સભા દરમિયાન ગોપાલ ઈટાલિયા સંબોધન કરી રહ્યાં હોય ત્યારે એક વ્યક્તિ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તે પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, જૂતાકાંડમાં આરોપીને તરત જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ આરોપીએ હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

જૂતું ફેંકનારે કયાં ત્રણ નામનો ઉલ્લેખ કર્યો?

જૂતું ફેંકનાર શબ્બીર મહંમદ હુસેન પરમારનું કહેવું છે કે, તેણે આ કાર્ય અન્ય ત્રણ લોકોના કહેવાથી કર્યું હતું. શબ્બીર મહંમદ હુસેન પરમારે ભંડુરી રામજીભાઈના છોકરા મીત, બાબુભાઈ અને રાજુભાઈ નામના વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ લોકો ગાડી લઈને આવ્યા હતા. જેમાં સાથે એક ડ્રાઈવર પણ હતો જેણે પોતાની ઓખળ પોલીસ તરીકે આપી હતી. એટલું જ નહીં પરંતુ આ કામ પૂર્ણ કર્યા બાદ તમારો વાળ પણ વાંકો નહીં થવા દે તેવું આશ્વાસન આપ્યું હતું. આ કેસ હવે વધારે વિવાદાસ્પદ બની રહ્યો છે. 

જૂતું મારવા આપવામાં આવી હતી 50,000 રૂપિયાની લાલાચ

ચોંકાવની વાત એ છે કે, ગોપાલ ઈટાલિયાને જૂતું મારવા માટે 50,000 રૂપિયાની લાલચ આપી હોવાનો પણ ખુલાસો થયો છે. એટલું જ નહીં પરંતુ શબ્બીર મહંમદ હુસેન પરમારને ઘટના દરમિયાન દારૂ પીવડાવી જૂતું મારવા મોકલવામાં આવ્યો હતો. જો કે, આ ઘટના બાદ પણ ગોપાલ ઈટાલિયાએ સંબોધન શરૂ રાખ્યું હતું. તેમણે રાજકીય ઈશારે આવા કૃત્યો કરાતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત તેમણે કહ્યું, અમે એવું તે શું ખોટું કર્યું છે કે દરેક સભામાં આવું કૃત્ય થાય છે. ફોન આવે પછી આવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. 

 

જામનગરમાં પણ ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવેલું

ધારાસભ્ય ગોપાલ ઈટાલિય પર પર આ પહેલી વખત જુતું ફેકવાનો પ્રયાસ કરવામાં નથી આવ્યો આ પહેલા પણ આવા પ્રયાસો થઈ ચૂક્યાં છે. આ પહેલા જામનગરમાં 5 ડિસેમ્બર, 2025ના રોજ આમ આદમી પાર્ટીની જન સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ દરમિયાન પણ જ્યારે ગોપાલ ઈટાલિયા ભાષણ આપી રહ્યાં હતા ત્યારે તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી ભાજપ પર આકર વાક્ પ્રહારો કરી રહી છે.