Sat Aug 29 2026

Logo

Respect: ફૂટબોલમાં ખબર પડે કે નહીં, પણ જાપાનના ચાહકોએ કરેલા કામને જાણશો તો ચોંકી જશો!

Arlington   2026-06-15 17:56:00
Author: Mumbai Samachar Team
Respect: ફૂટબોલમાં ખબર પડે કે નહીં, પણ જાપાનના ચાહકોએ કરેલા કામને જાણશો તો ચોંકી જશો!

અર્લિંગ્ટનઃ ફિફા વર્લ્ડકપ 2026માં જાપાન અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી હતી. મજબૂત ડચ ટીમ હોવા છતાં જાપાન ડ્રો કરવામાં સફળ રહ્યું. મેચ પછી જાપાની ચાહકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિએ બધાના દિલ જીતી લીધા હતા.

વાસ્તવમાં જાપાન અને નેધરલેન્ડ વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી જાપાની ચાહકો સ્ટેડિયમમાં સફાઈ કરતા જોવા મળ્યા હતા. તેમણે સ્ટેડિયમમાં રહેલો કચરો ઉપાડ્યો અને સીટો પરની ગંદકી સાફ કરી હતી. ફિફાએ પણ સોશિયલ મીડિયા પર જાપાની ચાહકોનો સફાઈ કરતો વીડિયો પોસ્ટ કરી પ્રશંસા કરી હતી. 

વીડિયોમાં એક ફેન્સે કહ્યું કે તેઓ ખેલાડીઓ અને સ્ટેડિયમનો આદર કરે છે અને અહીં હોવાનો ગર્વ અનુભવે છે, જેના કારણે તેઓ તેને સાફ કરી રહ્યા છે. તેઓ સ્ટેડિયમને ગંદુ છોડવા માંગતા નથી. આ વર્તન માટે જાપાની ચાહકોની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. ઉજવણી દરમિયાન પણ જાપાની ચાહકોએ ટ્રાફિકને અડચણ ના થાય તેનું ધ્યાન રાખ્યું હતું.