Mon Sep 14 2026

Logo

ઈરાન B1 પુલ પર હુમલાનો બદલો લેશે! 8 મહત્વના પુલો 'હિટ લિસ્ટ' પર, જુઓ યાદી

Tehran   2026-04-03 15:12:00
Author: Mumbai Samachar Team
ઈરાન B1 પુલ પર હુમલાનો બદલો લેશે! 8 મહત્વના પુલો 'હિટ લિસ્ટ' પર, જુઓ યાદી

તેહરાન: ગઈ કાલે ગુરુવારે યુએસએ ઈરાનના કરજ વિસ્તારમાં આવેલા એક પુલને નિશાન બનાવીને હુમલો કર્યો હતો, જેમાં પુલને ભારે નુકશાન પહોંચ્યું છે. ઈરાન હવે આ હુમલાનો બદલો લેવા તલપાપડ છે. ઈરાને પુલ ગલ્ફ દેશો અને જોર્ડનમાં આઠ મુખ્ય પુલોની યાદી બહાર પાડી છે, જે ઈરાન ટાર્ગેટ કરી શકે છે. 

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલા એક અર્ધ-સત્તાવાર ન્યુઝ આઉટલેટે ગલ્ફ દેશો અને જોર્ડનમાં પુલોની યાદી બહાર પાડી છે.

આ પુલો નિશાન પર:
ઈરાન કુવૈતના શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ બ્રિજ, સાઉદી અરેબિયા અને બહેરીનને જોડતા કિંગ ફહદ કોઝવે, યુએઈમાં શેખ ઝાયેદ બ્રિજ અને અલ મક્તા બ્રિજ, જોર્ડનના કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ, શેખ ખલીફા બ્રિજ અને અબ્દુન બ્રિજને નિશાન બનાવી શકે છે.

યુએસના હુમલાના 8 ઈરાની નાગરીકોના મોત:
યુએસએ ઈરાનના સૌથી મોટા B1 પુલને નુકશાન પહોંચાડ્યું છે. તેહરાન અને કારાજને જોડતો આ બ્રીજ નિર્માણાધીન હતો, આ વર્ષના અંતમાં આ પુલ શરુ થવાનો હતો. આ બ્રીજ મધ્ય પૂર્વનો સૌથી ઊંચો બ્રીજ હતો.

આ હુમલામાં ઈરાનના આઠ નાગરિકો માર્યા ગયા હતા, આ હુમલામાં 95 અન્ય લોકો ઘાયલ થયા છે. લોકો પુલ નીચે નદી કિનારે "પ્રકૃતિ દિવસ" ઉજવવા માટે એકઠા થયા હતાં, ત્યારે આ હુમલો થયો થયો હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર B1 પુલ પરથી ધુમાડો નીકળતો હોય એવા ફૂટેજ શેર કર્યા છે.  

ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ X પરની એક પોસ્ટ કરીને લખ્યું કે અધૂરા પુલો સહિત નાગરિક માળખાં પર હુમલો કરવાથી ઈરાનીઓને શરણાગતિ સ્વીકારવા મજબુર નહીં કરી શકાય.

વધુ જુઓ...