Fri Jun 19 2026

Logo

સ્લીવલેસ ડ્રેસ પહેરીને ગીત ગાનારી ઇરાની સિંગરની વધી મુશ્કેલી, જાણો શું થશે સજા?

tehran   2026-06-19 22:21:00
Author: mumbai samachar team
Article Image

તહેરાનઃ ઈરાનની જાણીતી સિંગર પરસ્તુ અહમદીને પોતાની પસંદગીના કપડા પહેરીને ગીત ગાવા પર સજા મળી છે. 74 વખત એને ચાબુકથી ફટકારવામાં આવશે, આવી ક્રુર સજા પાછળ એનો દોષ એટલો જ છે કે, તેણે પોતાની પસંદગીના કપડા પહેર્યા હતા. ઈરાનમાં સ્ત્રીઓને લઈને કેટલાક આકરા નિયમો બનાવવામાં આવ્યા છે.નિયમનું પાલન ન કરનારાને અમાનવીય સજા આપવામાં આવે છે. ઈરાનમાં સ્ત્રીઓની સ્વતંત્રતા પર ફરી સવાલ ઊભા થઈ રહ્યા છે. એટલું જ નહીં સિંગરને કોઈપણ ભોગે ઈરાન ન છોડવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. 

ઈરાન ન છોડવાનો આદેશ
આગામી બે વર્ષ સુધી ઈરાન ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈરાનની કોમ પ્રાંતની કોર્ટે અશ્લીલ કોન્ટેટ ફેલાવવા બદલ દોષિત જાહેર કરી દીધી છે. આ મામલે માનવ અધિકારના કાર્યકર્તાઓનું કહેવું છે કે, પરસ્તુ અહમદીને આપવામાં આવેલી સજા એ વાતનો પુરાવો છે કે, ઈરાનમાં હજુ સુધી કંઈ બદલ્યું જ નથી.આ દેશમાં કોઈ પ્રકાનો બદલાવ આવ્યો નથી. ડીસેમ્બર 2024માં યુટ્યુબ પર એક લાઈવ કોન્સર્ટ કર્યો હતો. જેમાં ઈરાની દેશભક્તિનું ગીત અજ ખુને જવાનાને વતન તેણે લલકાર્યું હતું.આ પર્ફોમન્સ આપતી વખતે તેણે હિજાબ પહેરવાના બદલે સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો. આ કારણે આ કારણે ઈરાનના રૂઢિચુસ્ત આકાઓ ભડક્યા હતા. આ વિડિયો થોડા સમયમાં વાયરલ થઈ ગયો હતો. લાખો લોકોએ આ વિડિયો જોયો હતો. આ પછી સિંગર સાથે કામ કરનારા કેટલાક લોકોની પણ અમાનવીય રીતે ધરપકડ઼ કરવામાં આવી હતી. 

અમેરિકાથી આવી પ્રતિક્રિયા
એ પછી આ કલાકારોને છોડી દેવાયા અને સિંગરની સામે કાયદેસરની કાર્યવાહી થઈ હગતી. સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સ ઈન ઈરાનના ડાયરેક્ટર બહાર ગંદેહારીએ આ કેસને લઈને પોતાની વાત મૂકી હતી. એમનું એવું કહેવું છે કે,74 વાર ચાબુક મારવાની સજા એ યાદ અપાવે છે કે, ઈરાનમાં માનવાધિકારની સ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો થયો જ નથી.ઈરાન સરકાર ભલે યુદ્ધ દરમિયાન પોતાની છબી સુધારવા માટે એક એજન્ડા અનુસાક કામ કરી રહી હોય પણ ગ્રાઉન્ડ લેવલ પર હકીકત ઘણી અલગ છે. આ ઘટના પર પેંસિલવેનિયાના પ્રોફેસર ફાતેમા શેમ્સે પોસ્ટ કર્યું હતું કે, તમે જાહેરમાં થતી હિંસાને માનવાધિકાર સામેનો ગુનો નથી માનતા, મહિલાઓ સામે ચાલી રહેલી ખુલી જંગ વચ્ચે શાંતિની વાત કરો છો, પણ પીડિતોનો અવાજ સાંભળતા નથી, દેશહિતને આઝાદી, ન્યાય અને માણસાઈને જીવવાના હકથી ઉપર રાખો છો અને પોતાને યુદ્ધ વિરોધી ગણાવી દો છો તો તમે સત્ય પ્રત્યે પણ વફાદાર નથી અને ન્યાય સાથે પણ નથી. સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અને બાહર આવી રહેલા મુદ્દાઓ વચ્ચે ઘણુ મોટું અંતર છે.