તેહરાન: ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખામેની સામે ગત મહીને શરૂઆતમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા હતાં, જેને દમન અને હિંસાથી દબાવી દેવામાં આવ્યા હતાં, હવે ફરી ઈરાનમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. આ વખતે વિરોધ પ્રદ્રશાનોની કમાન Gen Z વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં લીધી છે. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને ઇસ્લામિક સાશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં.
યુનિવર્સીટીઓના કેમ્પસમાં 'સરમુખત્યાર મુર્દાબાદ', 'ખામેની મુર્દાબાદદ', 'હત્યારો નેતા' ’ જેવા નારા લગાવવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિઝ્યુઅલ્સમાં જોવા મળે છે કે રાજધાની તેહરાનની એક એન્જિનિયરિંગ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઇને લોકોને ફારસી ભાષામાં નારા લગાવી રહ્યા છે.
અહેવાલ મુજબ, પ્રદર્શનકારી સામે કાર્યવાહી માટે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના અર્ધલશ્કરી એકમોને તૈનાત કરવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અને કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
એક વીડિયોમાં શરીફ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખામેનીને "ખૂની નેતા" ગણાવવામાં આવ્યા હતા, વિદ્યાર્થીઓને નારા લગાવી ઈરાનના નિર્વાસિત શાહના દેશનિકાલ કરાયેલા દીકરા રેઝા પહલવીને શાસન બનવા વિનંતી કરી.
THREAD: Verified videos of anti-government protests in Iran on 21 February
— Shayan Sardarizadeh (@Shayan86) February 21, 2026
Protests broke out today at Sharif University of Technology in Tehran, with students chanting slogans against the supreme leader.
Video: @SharifiZarchi
Location: https://t.co/7O3kAnsb5y@GeoConfirmed pic.twitter.com/9SArLwfbOp
સોશિયલ મીડિયા પરના એક વીડિયો અનુસાર, તેહરાનમાં બેહેશ્તી અને અમીર કબીર યુનિવર્સિટીઓ અને ઉત્તરપૂર્વમાં મશહાદ યુનિવર્સિટીમાં પણ પ્રદર્શનો થયા હતાં.
ગત મહિને થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઈરાન વહીવટીતંત્રએ હજારો લોકોની હત્યા કરી હતી.