Sat May 09 2026

Logo

ભારતની કઈ નદીમાં જોવા મળે સૌથી વધુ ઓક્સિજન? જવાબ જાણીને તમે પણ ચોંકી ઉઠશો...

2026-05-09 11:25:00
Author: Darshana Visaria
Article Image

ભારતને નદીઓનો દેશ કહેવામાં આવે છે, જ્યાં 400થી વધુ નાની-મોટી નદીઓ વહે છે અને અહીં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે જો તમને કોઈ કહે કે ભારતની એવી કઈ નદી છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે તો શું તમે આ સવાલનો જવાબ જાણો છો? ચાલો આજે તમને જણાવીએ કે આખરે ભારતની કઈ નદી છે કે જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે... 

400થી વધુ નદી વહેતી હોય એવા ભારતમાં દેશમાં જે નદીના પાણીમાં સૌથી વધારે ઓક્સિજન મળી આવે છે એ નદીનું નામ છે ગંગા નદી. ગંગા નદીને આપણા શાસ્ત્રોમાં પવિત્ર નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગંગા નદીના પાણીમાં સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિજન મળી આવે છે અને આ નદીને ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે. 

વાત કરીએ કે આખરે તમામ નદીઓમાંથી ગંગા નદીમાં જ કેમ છે સૌથી વધુ ઓક્સિજન જોવા મળે છે એની તો વૈજ્ઞાનિક અભ્યાસો અને રિપોર્ટ્સ અનુસાર, ગંગા નદીના પાણીમાં ઓક્સિજનનું સ્તર અન્ય નદીઓની સરખામણીએ ઘણું વધારે હોય છે. તેની પાછળ વિવિધ કારણો જવાબદાર છે. 

સેલ્ફ પ્યોરીફિકેશનઃ
ગંગા નદીમાં સૌથી વધુ ઓક્સિજન હોવાનું કારણ છે તેની સેલ્ફ પ્યોરીફિકેશનની ક્ષમતા. ગંગાના પાણીમાં કાર્બનિક કચરાને ઝડપથી તોડી નાખવાની અદભૂત ક્ષમતા છે, જેને કારણે પાણીમાં ઓક્સિજન જળવાઈ રહે છે.

ખાસ બેક્ટેરિયા: 
સેલ્ફ પ્યોરીફિકેશન સિવાય ગંગા નદીના પાણીમાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયા અને જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે જે હાનિકારક તત્વોનો નાશ કરે છે, જે પણ ગંગામાં સૌથી વધારે ઓક્સિજન હોવાનું એક પ્રમુખ કારણ છે. 

ઓક્સિજનનું પ્રમાણ: 
વિવિધ સંશોધનમાં સામે આવેલા પરિણામો અનુસાર ગંગા નદીના અનેક ભાગોમાં ડિઝોલ્વ્ડ ઓક્સિજન (DO) નું સ્તર 5.8 થી 8.9 mg/L સુધી જોવા મળ્યું છે, જે ભારતની અન્ય નદીઓની સરખામણીએ ખૂબ જ વધારે છે. 

શું છે સુરક્ષિત માપદંડ?
ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર જો પાણીમાં ઓક્સિજનનું સ્તર 5 mg/L થી વધુ હોય, તો તેને જળચર સૃષ્ટિ અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. ગંગા નદી આ માપદંડ પર સંપૂર્ણપણે ખરી ઉતરે છે. આ જ કારણ છે કે ગંગાનું પાણી વર્ષો સુધી રાખવા છતાં પણ બગડતું નથી અને આ પાણીને પીવાથી બીમારી કે નુકસાન થવાનું જોખમ પણ રહેતું નથી. 

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં વૃદ્ધિ કરજો, આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...