નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચાલી રહેલા પ્રયાસો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં છે. બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ટ્રેડ ડીલને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. જેની માટે ભારતનું પ્રતિનિધીમંડળ આગામી સપ્તાહે અમેરિકા જવાનું છે.
ભારતીય પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન જઇ રહ્યું છે
આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે બંને દેશો વચ્ચે વધતા આર્થિક અને વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે એકસ પર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ અઠવાડિયે એક ભારતીય વેપાર પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન જઇ રહ્યું છે. આ મહત્વપૂર્ણ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાનો છે.
The Indian trade delegation will be arriving in Washington this week. A great step to finalize our bilateral trade deal. A win-win for both nations!
— Ambassador Sergio Gor (@USAmbIndia) April 20, 2026
ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફનું એક મોટું પગલું
જેમાં દ્વિપક્ષીય વેપાર કરાર સાથે સંકળાયેલી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે આ અઠવાડિયે એક ખાસ ભારતીય વેપાર પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનની મુલાકાતે આવી રહ્યું છે.આ પ્રતિનિધિમંડળની મુલાકાતનું સ્વાગત કરતાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તેને ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા તરફનું એક મોટું પગલું ગણાવ્યું છે.
આગામી કરાર બંને દેશો માટે મહત્વના
આ કરારના આર્થિક પરિણામો પર ટિપ્પણી કરતા અમેરિકાના રાજદૂતે જણાવ્યું હતું કે આ આગામી કરાર બંને દેશો માટે મહત્વના છે. અમેરિકાના રાજદૂતના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આ દ્વિપક્ષીય કરારને બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક માને છે. ઉદ્યોગ જગતની નજર હવે આ અઠવાડિયે વોશિંગ્ટનમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકો તેમજ કરાર માટે મંજૂરીની અંતિમ મહોર પર ટકેલી છે.