Sun Aug 23 2026

Logo

ભારતે FCRA સુધારા પર અમેરિકન સાંસદની ટિપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપી

2026-08-07 18:42:19
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ભારતે એફસીઆરએ સુધારા પર અમેરિકન સાંસદ રિલે મૂરની ટિપ્પણી પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ અમારો આંતરિક મામલો છે. તેમજ તેમાં સુધારાનો નિર્ણય સંસદ લેશે તેમાં કોઇ બ્રાહ્ય હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી. 

ફેરફારોથી ખ્રિસ્તીઓ અને ધાર્મિક સંસ્થાઓ પર હુમલાનો આરોપ 

આ અંગે મળતી માહિતી મુજબ અમેરિકાના સાંસદ  રિલે મૂરે  એક્સ પર એક પોસ્ટમાં ભારતના વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, 2026(FCRA) અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ફેરફારો ખ્રિસ્તીઓ અને ધાર્મિક સંસ્થાઓ પર હુમલો છે. જે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને અસર કરી શકે છે.

સ્થાનિક કાયદાઓ સંબંધિત ફેરફારો આંતરિક બાબત છે

વિદેશ મંત્રાલયે ટ્રમ્પ સાથે સંકળાયેલા અમેરિકન સાંસદના પોસ્ટ અંગે ભારત સરકારના વલણને સ્પષ્ટ કર્યું હતું. આ અંગે  મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકન સાંસદની ટીકાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.તેમજ સ્પષ્ટપણે કહ્યું હતું કે સ્થાનિક કાયદાઓ સંબંધિત ફેરફારો આંતરિક બાબત છે.

ડેજિગ્નેટેડ ઓથોરિટી ની રચના પર મુખ્ય ભાર  

ઉલ્લેખનીય છે કે, એફસીઆરએના  નવા સુધારા બિલમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે.  જેમાં ડેજિગ્નેટેડ ઓથોરિટી ની રચના પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં જો કોઈ સંસ્થાની FCRA નોંધણી રદ કરવામાં આવે છે અથવા સરેન્ડર કરવામાં આવે છે. તો પછી ભવિષ્યમાં તે રિન્યૂ નહિ કરી શકાય. તેમજ તેની બાદ  તેના વિદેશી ભંડોળ અને તેમાંથી નિર્મિત સંપત્તિઓનું સંચાલન કરવા માટે ડેજિગ્નેટેડ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવશે.

 ધાર્મિક પવિત્રતા જાળવી રાખવી જરૂરી

આ બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે  કે જો આવી મિલકતોમાં પૂજા સ્થળનો સમાવેશ થાય છે તો સંબંધિત સત્તાવાળાઓએ તેની ધાર્મિક પવિત્રતા જાળવી રાખવી જરૂરી છે. આ નવા સુધારા હેઠળ કાયદાના ઉલ્લંઘન માટે મહત્તમ સજા પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષની જેલ કરવાની દરખાસ્ત છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ  2019 અને 2022 વચ્ચે દેશભરમાં 13,520 સંસ્થાઓને કુલ ₹55,741 કરોડનું વિદેશી ભંડોળ પ્રાપ્ત થયું.