Wed Aug 19 2026

Logo

બ્રોડકાસ્ટિંગની બેકસાઈડ : કેવી રીતે ચાલે છે સ્ક્રીન પર લાઈવ

2026-03-22 09:58:00
Author: Viral Rathod
Article Image

 

ટૅક વ્યૂહ - વિરલ રાઠોડ

ઝ20 વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ ગઈ, જેમાં ભારતીય ક્રિકેટ ટીમે એનો વિજયોત્સવ પણ મનાવ્યો. સ્ટેડિયમમાં મેચ જોવાની મજા અલગ હોય છે, પણ સ્ટેડિયમમાં બેસીને પણ મોબાઈલ સ્ક્રીન પર લાઈવ મેચ જોનારા પણ હોય છે, જ્યારે આવા લોકોને પૂછવામાં આવ્યું ત્યારે એમણે મસ્ત જવાબ આપ્યો કે ‘સ્ક્રીન પર જે તે ખેલાડીઓના રેકોર્ડ, સ્ટ્રાઈક રેટ, ગ્રાફિક્સ અને એક અલગ ક્લેરિટી સાથે જોવાની મજા પડે છે...’   
  
મેદાન પર ખેલાડી આવે એટલે દૂર રહેલી સ્ક્રીનમાં ખાસ એ બધું એટલું વંચાતું નથી હોતું. ઠેર-ઠેર મૂકેલી સ્ક્રીનમાં ક્યારેય લાઈટિંગના ઈસ્યૂ આવે છે. વાત તો બિલકુલ સાચી છે. લાઈવ મેચને સ્ક્રીન પર જોવાનો પણ આનંદ હોય છે. થોડી-થોડી વારે આખું સ્કોરબોર્ડ આવે, રીપ્લાય આવે અને એ પણ ઝૂમ થઈને આવે. હા, જાહેરાતનો ત્રાસ સહન કરવો પડે.

હવે આ બધી મજા પાછળ અનેક એવા કેમેરામેનની મહેનત હોય છે. આગામી સમયમાં આઈપીએલ ટુર્નામેન્ટ ચાલુ થવાની છે. જેમાં હવામાં લટકતા કેમેરામાંથી વિઝ્યુઅલ જોવાની પણ મજા પડશે. ગ્રાઉન્ડ પર બ્રાઉન્ડ્રી પાસે ફરી એક કેમેરો રીમોટવાળા રમકડા પર જાણે ફીટ કર્યો હોય એમ ફરતો હોય છે, જે અગત્યનાં દૃશ્યો ઝડપે છે...

આટલું જોયા-જાણ્યા બાદ ક્યારેક તો સવાલ થયો જ હશે કે આટલા કેમેરાના વિઝ્યુઅલ રેકોર્ડ થતા હોય તો સ્ક્રીન પર એક જ પિક્ચર કેમ અને કેવી રીતે દેખાય છે.? 

કેમેરામેન અને ડ્રોન કેમેરા સહિત સ્ક્રીન પર એકથી વધારે વિઝ્યુઅલ્સ કેમ નથી દેખાતા? આનો જવાબ છે લાઈવ સ્ટ્રિમિંગ ટેક્નોલોજી. 

હા, આ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કે યુટ્યૂબ લાઈવ કરતાં તદ્દન અલગ ખેલ છે. વર્લ્ડકપ કે આઈપીએલની ફાઈનલ મેચ હોય તેના આગલા દિવસે એક જે તે ચેનલની આખી ટીમ આવે છે. મેદાનનો સર્વે કરે છે અને પછી શરૂ થાય છે અસલી ટેક સેટઅપ.    

મેદાનમાં પણ લેપટોપ સામે બેસીને એ જ મેચ જોઈ શકો સ્ક્રીન પર જે નજર સામે જ રમાઈ રહી છે. આની પાછળ જવાબદાર છે લાઈવ સ્ટ્રિમિંગ ટેક્નોલોજી. મોબાઈલ કેમેરા અહીં સ્ટ્રિમરનું કામ કરે છે, જ્યારે કેમેરામેન ફીડ (વિઝ્યુલ્સને ટેક્નિકલ ભાષામાં ફીડ કહેવાય) મોકલે છે. સ્ટ્રિમરનું કામ દરિયામાં ચાલતી સ્ટીમર જેવું હોય છે, જે રીતે કોઈ સ્ટીમર વ્યક્તિ કે વસ્તુને એક કિનારાથી બીજા કિનારે પહોંચાડે છે એમ કેમેરામાંથી ગ્રાઉન્ડની જે તે સાઈટના વિઝ્યુઅલસ મળે છે. આ વિઝ્યુઅલ્સ ગ્રાઉન્ડથી થોડે દૂર આવેલા ઓબી (ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ) ટ્રકમાં જાય છે અને ત્યાંથી તેને રીલે એટલે કે બ્રોડકાસ્ટ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, સ્ટેડિયમમાં રમાતી મેચની ઓવરમાં 10થી 8 સેક્ધડ પછી તે ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર દેખાય છે.

વર્લ્ડકપની મેચ વખતે વારંવાર ગૂગલ પિક્સલના ફોનથી વીડિયો કેવા આવે છે એ દેખાડવામાં આવતા. હકીકત એ છે કે, એમાં ચોક્કસ સમયે ચોક્કસ શોર્ટ રેકોર્ડ થતા અને પછી ઓવર પૂરી થાય કે ડ્રિકબ્રેક આવવાનો હોય ત્યારે એ શોર્ટ પ્લે થતા. આ માટે એકથી વધારે મોનિટર પર આવા વીડિયો ફિલ્ટર થતા રહે  છે, જે કેમેરાનો બેસ્ટ એંગલ હોય એને પ્લે કરાવવામાં આવે છે. આ ઉપરાંત જે તે કેમેરામેન પણ હેડફોનથી ઓડિયો પ્લેટફોર્મ પર કનેક્ટ હોય છે જેની બીજી લાઈન મિક્સર સાથે કનેક્ટ હોય છે. એટલે મોનિટર સ્ક્રીન પર બેઠેલી વ્યક્તિ જ્યારે ઓર્ડર કરે ત્યારે એ કેમેરામેન સ્ટેન્ડબાય રહે છે. આને લેપિંગ કહેવાય છે. ટીવી સ્ક્રીન પર જે રીતે એડ આવે ત્યારે નીચે નાની પટ્ટી કે સ્ક્રોલ શરૂ થાય એવું કામ મેચમાં જ્યારે કોઈ બેટ્સમેન આવે ત્યારે દેખાય છે. એનો ફોટો અને રોકોર્ડ આવે છે. આ કામ વીડિયો ગ્રાફિક્સ દ્વારા થાય છે જ્યાં સ્ક્રીન એક કેન્વાસ છે અને ગ્રાફિક્સથી સ્ક્રીન કલરફૂલ થાય છે. આને લાઈવ વિડિયો ગ્રાફિકસ પણ કહેવાય છે. 

આવી રીલે ટેક્નોલોજી સાથે ઘણી કંપની જોડાયેલી હોય છે જેની પાસે આવી લાઈવ ટેક્નોલોજીના રાઈટ્સ હોય છે. આ ડેટા સર્વર પર અપલોડ થાય છે, જ્યાંથી તે હજારો/લાખો યુઝર્સ સુધી પહોંચે છે. એ પછી જેટલા ડિવાઈસ પર એ વિઝ્યુઅલ્સ પ્લે થાય છે એના પરથી એ ડિવાઈસની ગણતરી કરવામાં આવે છે અને પછી તેને સ્ક્રીન પર ડિસપ્લે કરવામાં આવે છે.

આઉટ ઓફ બોક્સ

ટેક્નોલોજીની દુનિયામાં જ્યારે માઉસની શોધ થઈ એ સમયે એ પ્લાસ્ટિકનું નહીં લાકડાનું બનાવાયું હતું.1964માં તેનું મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું ...