Tue Sep 01 2026

Logo

જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને કેરળમાં વાદળ ફાટતા ભારે તારાજી; ઓડિશામાં પૂરની સ્થિતિ સર્જાઈ

2026-08-02 08:32:00
Author: Vimal Prajapati
જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને કેરળમાં વાદળ ફાટતા ભારે તારાજી; ઓડિશામાં પૂરની સ્થિતિ સર્જાઈ

નવી દિલ્હીઃ ભારતમાં અનેક રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. અનેક જગ્યાએ વરસાદ તારાજી સર્જી હોવાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યાં છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને કેરળમાં વાદળ ફાટતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત અને ઓડિશામાં પણ વરસાદના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદી-નાળા ઉભરાઈ રહ્યાં છે, જેથી લોકોને પણ સતર્ક કરવામાં આવ્યાં છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. ચાલો વિગતે ચર્ચા કરીએ...

કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ

ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો, જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં અચાનક આવેલા પૂરમાં એક આખું ગામ ડૂબી ગયું હતું, જ્યારે કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. ભૂસ્ખલન અને ખડકો પડવાથી અમરનાથ યાત્રા ખોરવાઈ ગઈ છે, અને મોટા પથ્થરો અને કાટમાળ રસ્તાઓ બંધ કરી દેતા ચાર ધામ યાત્રા પણ અટકી ગઈ છે. ઓડિશામાં વિનાશક પૂરથી આખા ગામો ડૂબી ગયા છે, ત્યારે કેરળમાં પણ ચોમાસુ તબાહી મચાવી રહ્યું છે.

અનેક ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં અચાનક વાદળ ફાટ્યું તેના કારણે મોટી તારાજી સર્જાઈ છે. અહીં અનેક ગાડીઓ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. એટલું જ નહીં પરંતુ નેશનલ હાઈવ પણ બંધ કરી દેવામાં આવ્યો છે કિશ્તવાડના ચન્નૂ વિસ્તારમાં પણ રાત્ર 2.30 વાગ્યા ફાટ્યું તેના કારણે મોટી તારાજી સર્જાઈ છે. આ વિસ્તારના અનેક ઘરો પણ પાણીમાં ગરકાવ હોવાની તસવીરો પ્રકાશમાં આવી છે. 

ગુજરાતના અનેક ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઓડિશાના પુરી સહિત વિવિધ વિસ્તારોમાં આખા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. કેરળના અનેક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા છે, અને પૂર્વોત્તર રાજ્ય આસામમાં પૂરે વિનાશ સર્જો છે. આ વિનાશક પૂરના કારણે લોકો નિરાધાર બની ગયા છે, પૂર પીડિતો હવે ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આસામમાં પૂરને કારણે 80 લોકોના મોત થયા છે, જેના કારણે 2.12 લાખ લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન છે.