Wed Jun 17 2026

Logo

વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવતા અભિનેત્રી મોના થીબાના નિવેદનથી હોબાળો, માફી માંગી...

2026-02-20 18:48:15
Author: Chandrakant Kanoja
Article Image

રાજકોટ : ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોના થીબા કનોડિયા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાયા છે. રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ 'શક્તિ' ના પ્રમોશન દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું છે જેણે આખા સમાજમાં ચર્ચા અને આક્રોશ જગાડ્યો છે. મોના થીબાએ જણાવ્યું કે, "વેશ્યાવૃત્તિ એ એક પ્રકારે સમાજ સેવા કહેવાય. આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.  જોકે, તેની બાદ સોશિયલ મીડિયા પર મોના થીબાએ માફી માંગી છે. તેમજ કહ્યું મેં આ વાત ફિલ્મના સંદર્ભમાં કહી હતી.તેમજ તેને ખોટી રીતે લેવામાં આવી છે. 

મોના થીબાના નિવેદન બાદ અનેક લોકોની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી

અભિનેત્રી મોના થીબાના નિવેદન બાદ અનેક લોકોની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. આ અંગે  વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, વેશ્યાવૃત્તિ અને સમાજસેવા વિરોધાભાસી છે. તેમજ  અભિનેત્રીના નિવેદનને વખોડ્યું હતું. જયારે કોંગ્રેસના આગેવાન નયનાબા જાડેજાએ પણ વિરોધ નોંધાવ્યો છે. તેમજ કહ્યું છે કે આવા નિવેદનો સમાજના મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાએ નિવેદનની નિંદા કરી હતી. 

અભિનેત્રી તરફથી માફી માંગવામાં આવી 

મોના થીબા ગુજરાતી ફિલ્મોમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યા છે, જેમાં  "નો ટેન્શન", "દિલમા વસતો દેશ" અને "જય વિજય" જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. "શક્તિ" ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે અને તેમાં મોના થીબા મુખ્ય ભૂમિકામાં છે. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર મોના થીબાએ માફી માંગી છે. તેમજ કહ્યું મેં આ વાત ફિલ્મના સંદર્ભમાં કહી હતી.તેમજ તેને ખોટી રીતે લેવામાં આવી છે. હું પણ સંયુક્ત કુંટુબમાં રહું છું તેમજ અમારી વાતો હંમેશા સંસ્કાર, સમાજ અને સંસ્કૃતિની હોય છે.