Mon May 18 2026

Logo

ગુજરાતમાં પ્રાણીસંગ્રહાલયમાં બે ભેંસોની કતલ કેસમાં સુપ્રીમ કોર્ટનો દખલનો ઇનકાર

2026-05-18 21:54:33
Author: Chandrakant Kanoja
Article Image

AI Generated Images


નવી દિલ્હી : ગુજરાતના બે પ્રાણીસંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓને ખોરાક આપવા માટે બે ભેંસોની કતલને  પડકારતી એનજીઓની જાહેર હિતની અરજીને ફગાવી દેતા હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. જેમાં બેન્ચે નોંધ્યું હતું કે, આ  કતલ કોઈ વ્યાપારી કે વ્યક્તિગત હેતુ માટે કરવામાં નથી આવી. 

ભેંસોની કતલ એ કતલખાના ચલાવવા સમાન 

જોકે, અરજદાર  એનજીઓ  એનિમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા દલીલ કરવામાં આવી હતી કે પ્રાણી સંગ્રહાલય પરિસરમાં ભેંસોની કતલ એ કતલખાના ચલાવવા સમાન છે. તેમજ આ સ્થળે  કાયદાઓનું પાલન ફરજિયાત છે. તેની બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ  કતલ કોઈ વ્યાપારી કે વ્યક્તિગત હેતુ માટે કરવામાં નથી આવી. 

પ્રાણી સંગ્રહાલયનું સંચાલન તેમને કરવા દો 

આ અંગે સુપ્રીમ કોર્ટના જજે જણાવ્યું હતું કે, આ બધા નિયમો કતલખાનાઓને લગતા છે. જ્યાં માનવ ઉપયોગ  માટે અથવા વ્યાપારી હેતુઓ માટે કતલ કરવામાં આવે છે. તેમને યોગ્ય લાગે તે રીતે પ્રાણી સંગ્રહાલયનું સંચાલન કરવા દો. જ્યારે  અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિખિલ ગોયલે દલીલ કરી હતી કે જો કતલ બિન-વ્યાપારી હેતુઓ માટે કરવામાં આવે તો પણ પ્રાણી સંગ્રહાલય પરિસરમાં પ્રાણીઓની કતલનું નિયમન આવશ્યક  છે.

જીવંત પશુઓને લાવવામાં આવે છે

આ ઉપરાંત તેમણે કહ્યું,  જ્યારે કોઈ પશુની કતલ કરવામાં આવે છે ત્યારે તેની પ્રદૂષણ અને પાણી પર અસર પડે છે. આ પ્રથા ફક્ત ગુજરાતના આ બે પ્રાણી સંગ્રહાલયોમાં જ જોવા મળે છે, જ્યાં જીવંત પશુઓને લાવવામાં આવે છે, પરિસરમાં કતલ કરવામાં આવે છે. તેમજ ઉપયોગી ભાગો કાઢ્યા પછી બાકીનાનો નિકાલ કરવામાં આવે છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સાથે સહમત થયું ન હતી અને આ કેસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 29  જાન્યુઆરીએ ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી.