Wed Sep 02 2026

Logo

ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ, જાણો નવી તારીખો

2026-02-26 14:35:00
Author: Mayur Patel
ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ, જાણો નવી તારીખો

ગાંધીનગરઃ ગુજરાતની સ્કૂલોમાં ધૂળેટી, રામનવમી, ઈદ, ચેટી ચાંદની રજાની તારીખો બદલાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં રજાના કેલેન્ડરમાં સુધારો કરવામાં આવ્યો છે અને તમામ સંલગ્ન શાળાઓને શૈક્ષણિક સમયપત્રકમાં થયેલા ફેરફારો અંગે જાણ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જે મુજબ ધૂળેટીની રજા 3 માર્ચના રોજ હતી તેને બદલીને 4 માર્ચ કરવામાં આવી છે. બોર્ડ દ્વારા રમઝાન ઈદ અને ચેટીચંદની રજાઓની તારીખોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના કેલેન્ડરમાં આ બંને રજાઓ 20 માર્ચના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે હવે ચેટીચંદની રજા 19 માર્ચના રોજ રહેશે, જ્યારે રમઝાન ઈદની રજા 21 માર્ચના રોજ રહેશે.

આવી જ રીતે રામનવમીની રજામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ રજા 27 માર્ચના રોજ જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે 26 માર્ચના રોજ રામનવમીની રજા રહેશે. બોર્ડ દ્વારા આ ફેરફારો અંગે તમામ સંબંધિત શાળાઓને જાણ કરી દેવામાં આવી છે અને તે મુજબ તેમના શૈક્ષણિક કેલેન્ડર અપડેટ કરવા સૂચના આપી છે.