અમદાવાદઃ રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા 6 ઓગસ્ટ સુધીનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું હતું. આજે હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ, અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર, વાવ થરાદ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, અરવલ્લી ઓરેન્જ એલર્ટ તથા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ખેડા, વડોદરા, સુરત, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ
2 ઓગસ્ટના રોજ મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ પવનના સુસવાટા સાથે વરસાદ રહેશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન અને હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
3 ઓગસ્ટે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 4 થી 6 ઓગસ્ટ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી છાંટા કે ઝાપટાં પડવાની શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ પડ્યો હતો. એક તાલુકામાં 24 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 16 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 13 ઇંચથી વધારે, છ તાલુકામાં 10 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.
પાંચ તાલુકામાં 9 ઇંચથી વધારે, છ તાલુકામાં 8 ઇંચથી વધારે, છ તાલુકામાં 7 ઇંચથી વધારે, 12 તાલુકામાં 6 ઇંચથી વધારે, 20 તાલુકામાં 5 ઇંચથી વધારે, 11 તાલુકામાં 4 ઇંચથી વધારે, 25 તાલુકામાં 3 ઇંચથી વધારે, 48 તાલુકામાં 2 ઇંચથી વધારે, 39 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 72 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. સુરતના અંબિકામાં સૌથી વધુ 24.06 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ, સુરતના ઉમરપાડામાં 14.69 ઇંચ, ખેડાના નડીયાદમાં 13.43 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 13.03 ઇંચ, વલસાડના ધરમપુરમાં 11.02 ઇંચ, ડાંગના વઘાઈમાં 10.94 ઇંચ, સુરતના માંગરોળમાં 10.71 ઇંચ, આણંદમાં 10.67 ઇંચ, ડાંગના સુબીરમાં 10.24 ઇંચ, આણંદના ખંભાતમાં 10.16 ઇંચ વરસાદ ખાબક્યો હતો.