ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે.ભારતીય જનતા પાર્ટીએ 6442 બેઠક પર સફળતા પ્રાપ્ત કરી છે. 5 વાગ્યા સુધીમાં થયેલી ગણતરીને ધ્યાને લઈ ભાજપે મુખ્ય કાર્યાલય કમલમ ખાતે જીતની શુભેચ્છાઓ કાર્યકર્તા તથા ઉમેદવારોને આપી હતી.ભાજપની જીત થતા ગાંધીનગર ખાતે આવેલા કમલમમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવીએ ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
પીએમ મોદીએ આભાર માન્યો
આ બેઠકમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણી ગુજરાતની પ્રજા નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતી નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન તથા સપનાઓને આગળ વધારવા માટે નાગરિકોએ મોટું સમર્થન જાહેર કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટીએ પહેલા દિવસથી ટીમવર્ક કરીને જે પ્રવાસ કર્યો એનું આ સ્પષ્ટ અને સચોટ પરિણામ છે.

ગુજરાતના પરિણામો અંગે વડા પ્રધાન મોદીએ પણ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, ગુજરાત અને ભાજપ વચ્ચેના સંબંધ હવે વધારે ગાઢ અને અખંડ બન્યા છે.રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે!
— Narendra Modi (@narendramodi) April 28, 2026
રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
રાજ્ય સરકારના…
જનતાના આશીર્વાદ મળ્યા
રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરીશું.
રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું. તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની રહી છે.
મતદાતાઓએ જવાબ આપ્યો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આક્રમક અંદાજમાં કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં અનેક લોકોએ કોઈ કસર છોડી ન હતી, પણ આજે એ તમામને મતદાતાઓએ જવાબ આપી દીધો છે. આફત હોય કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં કાર્યકર્તાઓએ જે સેવા કરી છે આ જીત એમના પ્રયાસોની છે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયમાં જે મૌસમી પક્ષો આવ્યા હતા હવે એમના બિસ્તરાં પોટલા બાંધીને પાછા જવાનો સમય આવ્યો છે. જનતાએ અમારી વિકાસયાત્રા પર મહોર મારી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા આવ્યા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે.