Sun Jul 05 2026

Logo

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કયા વિભાગના ૧૨૨ વર્ક આસિસ્ટન્ટને મળ્યું પ્રમોશન

2026-07-04 12:42:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ માર્ગ અને મકાન વિભાગના ૧૨૨ વર્ક આસિસ્ટન્ટને અધિક મદદનીશ ઇજનેર તરીકે બઢતી આપવામાં આવી હતી.

મળતી વિગત પ્રમાણે સરકાર દ્વારા, માર્ગ અને મકાન વિભાગના વહીવટી માળખાને મજબૂત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.



જે મુજબ વિવિધ વર્તુળ કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-૩ ના કુલ ૧૨૨ વર્ક આસિસ્ટન્ટ (સિવિલ) કર્મચારીઓને તાત્કાલિક અસરથી અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ ના પદ પર બઢતી (પ્રમોશન) સાથે નવી નિમણૂક આપવામાં આવી હતી. સરકારના નાયબ સચિવ હિતેશ ગોહિલ દ્વારા આ અંગેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, અત્યાર સુધી પે મેટ્રિક્સ લેવલ-૦૪ મુજબ રૂ. ૨૫,૫૦૦ થી રૂ. ૮૧,૧૦૦ ના પગાર ધોરણમાં ફરજ બજાવતા આ કર્મચારીઓને હવે પ્રમોશન મળતાની સાથે જ પે મેટ્રિક્સ લેવલ-૦૭ મુજબ રૂ. ૩૯,૯૦૦ થી રૂ. ૧,૨૬,૬૦૦ નું નવું પગાર ધોરણ મળવાપાત્ર થશે. હાલમાં આ તમામ નિમણૂકો ચોક્કસ શરતોને આધીન તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત રાજ્યભરમાં બદલીઓબઢતી મેળવનારા ૧૨૨ કર્મચારીઓમાં સમગ્ર ગુજરાતની વિવિધ પેટા વિભાગીય કચેરીઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે. 

અમદાવાદ, ગાંધીનગર, પાટણ, હિંમતનગર, મહેસાણા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને બઢતી આપીને નવી જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી છે.  સમય મર્યાદામાં હાજર થવા આદેશ, બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીઅધિસૂચનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, બઢતી મેળવેલા તમામ કર્મચારીઓએ નિયત સમય મર્યાદામાં નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. જો કોઈ કર્મચારી સમયસર હાજર નહીં થાય, તો તેના બઢતીના હુકમો આપોઆપ રદ્દ ગણાશે અને ભવિષ્યમાં તેઓ સિનીયોરિટી ગુમાવશે. એટલું જ નહીં, બઢતી ન સ્વીકારનાર કર્મચારીઓને અગાઉ મળેલ ઉચ્ચતર પગાર ધોરણ પણ પાછું ખેંચી લેવા સુધીની આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.