Thu Jun 18 2026

Logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાંઃ દિગ્ગજ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

2026-03-05 19:03:00
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર
: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા ગુજરાત માટે રાજ્ય સ્તરની વિવિધ સમિતિઓની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ નિમણૂકોમાં રાજ્યના દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. 

સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકી તેમ જ વાઇસ ચેરમેન તરીકે લાલજી દેસાઇની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન અને પરેશ ધાનાણીને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામા આવી હતી. 

આ ઉપરાંત, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને જીગ્નેશ મેવાણીને અને મેનિફેસ્ટો કમિટીના ચેરમેન તરીકે શૈલેષ પરમાર તેમ જ વાઇસ ચેરમેન તરીકે ઋત્વિક મકવાણાની વરણી કરવામાં આવી હતી.

 

જગદીશ ઠાકોરને પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન તેમ જ ઇન્દ્રવિજયસિંહ ગોહિલને વાઇસ ચેરમેન, ડૉ. અમી યાજ્ઞિકને મીડિયા કમિટીના ચેરમેન તેમ જ લલીત કગથરાને વાઇસ ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી હતી. કાદિરભાઈ પીરઝાદાને પબ્લિસિટી કમિટીના ચેરમેન તેમજ અનંત પટેલને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.