Wed Jun 17 2026

Logo

ગુજરાત બજેટ: ગ્રામીણ ઉત્થાન માટે કરોડોની લહાણી; પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગને શું મળ્યું

2026-02-18 16:10:14
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી જંગી બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ - સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2026-27નું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ થયું હતું.

બજેટ રજૂ કરતી વખતે કનુભાઈ દેસાઈએ કહ્યું, ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૫૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. તેમજ આગામી વર્ષમાં આશરે ૧ લાખ ૬૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.

* “ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત ૨.૦”ને  એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹૬૫૦ કરોડની જોગવાઇ.

* સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹૨૬૭ કરોડની જોગવાઇ.

* મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.

* ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹૬૦ કરોડની જોગવાઇ.

* પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹૫૦ કરોડની જોગવાઇ.

* પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹૧૭૫૫ કરોડની જોગવાઇ.

* વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્‍ડ આજીવિકા મિશન(ગ્રામીણ) 
(VB-G RAM G) અંતર્ગત કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન. 

* પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ₹૧૨૨ કરોડની જોગવાઇ.

* પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹૯૦ કરોડની જોગવાઇ.

* ૪૦૦ ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.

* મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.

* સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹૨૫ કરોડની જોગવાઇ.

* સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે "ગ્રામ હાટ" સ્થાપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.

* સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં  ₹૨ લાખનો વધારો કરવા ₹૧૦ કરોડની જોગવાઇ.