Fri May 22 2026

Logo

ચેન્નઈએ ફીલ્ડિંગ પસંદ કરી, ગુજરાતને ટૉપ-ટૂમાં જ રહેવાનો મોકો

2026-05-21 19:33:42
Author: Ajay Motiwala
Article Image

IPL/BCCI


અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની આજની અહીંની મૅચનો ટૉસ ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે જીતી લીધો છે અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી છે. ચેન્નઈ માટે આ મૅચ પ્લે-ઑફમાં પ્રવેશવા માટે અત્યંત મહત્ત્વની છે, જ્યારે પ્લે-ઑફમાં પહોંચી ગયેલા ગુજરાતને આજે જીતીને ટોચના બે સ્થાનમાં જ રહેવાની સારી તક છે. ગુજરાત ઉપરાંત બેંગ્લૂરુ અને હૈદરાબાદની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ છે.

ટૉપ-ટૂમાં રહેનારી ટીમ વચ્ચે પ્લે-ઑફની જે પ્રથમ મૅચ રમાય છે એમાં વિજયી થનારી ટીમને સીધા ફાઇનલમાં જવા મળે છે, જ્યારે પરાજિત ટીમને ફાઇનલમાં એન્ટ્રી કરવા વધુ એક તક મળે છે. ચેન્નઈએ પ્રશાંત વીરના સ્થાને મૅટ શૉર્ટને અને અકીલ હોસૈનના સ્થાને ગુર્જપનીત સિંહને પ્લેઇંગ-ઇલેવનમાં જગ્યા મળી છે. ગુજરાતે સાઇ કિશોરની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને ફરી રમવાનો મોકો આપ્યો છે.

અમદાવાદમાં 31મી મેએ ફાઇનલ જંગ યોજાવાનો છે. એ પહેલાં આ શહેરમાં આજે આ વખતની આઇપીએલની અંતિમ લીગ મૅચ રમાવાની છે. 31મીએ અમદાવાદની ફાઇનલ વખતે આઇસીસી પ્રમુખ જય શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

બન્ને ટીમના ખેલાડીઓ

ચેન્નઈની ટીમઃ ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બે્રવિસ, શિવમ દુબે, મૅટ શૉર્ટ, અંશુલ કમ્બોજ, નૂર અહમદ, સ્પેન્સર જૉન્સન, મુકેશ ચૌધરી અને ગુર્જપનીત સિંહ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ કાર્તિક શર્મા, મૅકનિલ નૉરોન્હા, સરફરાઝ ખાન, કુલદીપ યાદવ અને અમન ખાન.

ગુજરાતની ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), જૉસ બટલર (વિકેટકીપર), સાઇ સુદર્શન, નિશાંત સિંધુ, વૉશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશીદ ખાન, રાહુલ તેવાટિયા, કૅગિસો રબાડા, અર્શદ ખાન અને મોહમ્મદ સિરાજ. ઇમ્પૅક્ટ પ્લેયર્સઃ પ્રસિદ્ધ ક્રિષ્ના, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, કુલવંત ખેજરોલિયા અને કુમાર કુશાગ્ર.