Sun Sep 06 2026

Logo

ગૉડમૅન અશોક ખરાત સામે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે 8.76 કરોડની ઠગાઇ બદલ વધુ એક કેસ

2026-04-25 17:52:00
Author: Yogesh D. Patel
ગૉડમૅન અશોક ખરાત સામે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે 8.76 કરોડની ઠગાઇ બદલ વધુ એક કેસ

નાશિક: અનેક મહિલાઓનું જાતીય શોષણ તેમ જ ઠગાઇ બદલ ધરપકડ કરાયેલા સ્વઘોષિત ગૉડમેન અશોક ખરાત વિરુદ્ધ નાશિકમાં પોલીસે વધુ એક કેસ નોંધ્યો છે. તાજેતરના કેસમાં ખરાત પર આરોપ છે કે તેણે એ સમયના તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (સીએ) સાથે 8.76 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી આચરી હતી.

સીએ દ્વારા આ પ્રકરણે સરકારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેને આધારે પોલીસે શુક્રવારે મોડી રાતે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદી એક સમયે ખરાતનો વિશ્ર્વાસુ હતો અને સિન્નર તાલુકામાં એક મંદિરના કામકાજનું સંચાનલક કરતા તેમના શિવાનિકા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપતો હતો.

એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું છે કે ખરાતે ફરિયાદીને કહ્યું હતું કે તેનાં માતા-પિતા મૃત્યુ પામી શકે છે અને આવનારી ઘટનાને ટાળવા ચોક્કસ ધામિર્ક વિધિઓ કરવાની જરૂર છે. ખરાત વિરુદ્ધ 12 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં આઠ ગુના મહિલાઓના જાતીય શોષણના છે અને ચાર કેસ છેતરપિંડીના છે. ખરાત વિરુદ્ધ વધુ સાત કેસ રાજ્યના વિવિધ શહેરોમાં દાખલ કરવામાં આવ્યા છે. ખરાતને જાતીય શોષણના છઠ્ઠા કેસમાં શુક્રવારે 26 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. (પીટીઆઇ)

વધુ જુઓ...