નવી દિલ્હીઃ મજૂર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. કહ્યું કે, ઈધણ જેવી વસ્તુઓનો લાભ દરેક લોકોને સમાનરૂપે જ મળે છે. પછી ભલે તેમનો ધર્મ ગમે તે હોય! મજૂર દિવસ કાર્યક્રમને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે, મુસ્લિમોને ગેસ, પેટ્રોલ અને ડીઝલ એ જ ભાવે મળે છે જે ભાવે હિંદુઓને મળે છે.
હિંદુ-મુસ્લિમને એક જ ભાવે ગેસ, પેટ્રોલ અને ડિઝલ મળે છે
કેન્દ્રીય પ્રધાનએ કહ્યું કે, જે હિંદુઓને ગેસ, પેટ્રોલ અને ડિઝલ જે કિંમતે મળે છે. તે જ કિંમતે મુસ્લિમોને પણ મળે છે’. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અનેક રાજ્યોમાં ધાર્મિક અને જાતિગત મુદ્દાઓ પર રાજનીતિ થઈ રહી છે. આવા મુદ્દાઓ પર રાજનીતિ ચાલી રહી હોય ત્યારે નીતિન ગડકરીનું આ નિવેદન મહત્વપૂર્ણ બની જાય છે. તેમનું કહેવું છે કે, ભારતમાં દરેક લોકોને સમાન છે અને તેમના માટે કાયદા અને નિયમો પણ સમાન જ છે.
જાતિના મુદ્દા પર લડવાનું બંધ કરવા માટે અપીલ
નીતિન ગડકરીએ એ પણ સ્પષ્ટ કર્યો કે, તેઓ પોતાને વિભાજન કરે તેવા વિચારોથી દૂર રાખે છે. વધુમાં તેમને કહ્યું કે, બહારના લોકો જાતિના મુદ્દા પર લડી શકે છે, પરંતુ હું એવું નથી કરતો!’. આવા મુદ્દાઓથી સમાજને કોઈ લાભ થવાનો નથી તેવું પણ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું. તેમનું આ નિવેદન અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ નિવેદનને સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યું છે.
ગડકરીએ કયા નેતાઓને દંભી ગણાવ્યા?
એક ચોંકાવનારો ખુલાસો કર્યા ગડકરીએ કહ્યું કે, ‘ઘણા નેતાઓ જાતિ આધારિત સૂત્રોચ્ચાર કરે છે. પછી, તેઓ મારા ઘરે આવે છે અને તેમના પુત્રો અથવા પત્નીઓ માટે ટિકિટ માંગે છે’. કેન્દ્રીય પ્રધાન ગડકરીએ તેમણે આવા નેતાઓને "દંભી" ગણાવ્યા હતાં. સ્વાભાવિક છે કે, નીતિન ગડકરીનું આ નિવેદન અનેક નેતાને ખટકી શકે છે.