અજમેરઃ કુખ્યાત ડાકુ જગન ગુર્જરની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડાકુ જગન ગુર્જરની અજમેરની જેલમાં હત્યા કરવામાં આવી છે. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે. આ મામલે જાણ થતાની સાથે જ એફએસએલની ટીમ પહોંચી ગઈને સબૂત શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. ડાકુ જગન ગુર્જરની હત્યા મામલે જિલ્લા એસપી હર્ષવર્ધન અગ્રવાલ દ્વારા પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. હવે આગળની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
આખરે કોણે ડાકુ જગન ગુર્જરની હત્યા કરી?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ડાકુ જગન ગુર્જર અજમેરની સૌથી સુરક્ષિત જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન જગન ગુર્જનની લાશ જેલ પરિસરમાંથી મળી આવી હતી. આખરે કોણે જગન ગુર્જરની હત્યા કરી? કોણ કોણ જવાબદાર છે? શું જેલમાં આ ઘટના બની ત્યારે કોઈ હાજર નહીં હોય? આવા અનેક પ્રકારના સવાલે અત્યારે થઈ રહ્યાં છે. જગન ગુર્જનના નામથી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અનેક વિસ્તારમાં લોકો ભયભીત થઈ જતા હતા. આવા કુખ્યાત ડાકુની કોઈએ જેલમાં જ હત્યા કરી નાધી છે.
100 થી વધારે ગુનામાં આરોપી હતો ડાકુ જગન ગુર્જર
ડાકુ જગન ગુર્જર પર એક બે નહીં પરંતુ હત્યાનો પ્રયાસ, લૂટ, ખંડણી અને અપહરણ જેવા 100 થી વધારે ગુનાઓ મામલે ફરિયાદ દાખલ થયેલી છે. આ ગુનાઓના કારણે જ તેને જેલની સજા ફટકારવામાં આવી હતી. આજે કુખ્યાત ડાકુ જગન ગુર્જરનો મૃતદેહ તેના બેરેકમાં શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા ભારે હોબાળો મચી ગયો હતો. બપોરે, જ્યારે જેલના કર્મચારીઓએ નિયમિત તપાસ દરમિયાન બેરેક ખોલી ત્યારે તેમને જગન ગુર્જર બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. પોલીસ સ્ટાફે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને જાણ કરતા જેલ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓનું કહેવું છે કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.