નાગપુર: નવી દિલ્હીમાં જંતર-મંતરમાં કથિત રીતે ઘૂસણખોરી કરવા બદલ બે સીજેપી નેતાઓને પાંચ દિવસની જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારએ દેશમાં અઘોષિત કટોકટી લાદી હોવાનો આરોપ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ કર્યો હતો.નાગપુરમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં દીપકેએ જાણવાનો પ્રયાસ કર્યો કે સીજેપીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રંકાએ જંતર-મંતર પર ત્રિરંગો લહેરાવીને શું ગુનો કર્યો છે.
'તેમનો ગુનો શું હતો?' દીપકેએ સવાલ કર્યો હતો.
મંગળવારે વહેલી સવારે દાસ અને રંકાની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેઓ કથિત રીતે બેરિકેડ તોડીને જંતર-મંતર વિસ્તારમાં પરવાનગી વિના પ્રવેશ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને પાંચ દિવસની જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને બુધવારે દિલ્હીની તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
Post a picture of yourself holding a tiranga to show solidarity with @SauravDassss & @AshutoshRanka pic.twitter.com/ghFCBXiLL7
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 14, 2026
સીજેપી નેતાઓ સામેની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા દીપકેએ કહ્યું હતું કે 'હું નરેન્દ્ર મોદીને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે દેશમાં કટોકટી જ લાદવી હોય તો સત્તાવાર જાહેરાત કરો. આ શું કાયરોની જેમ અઘોષિત કટોકટી લાદીને જ્યાં તમે લોકોને ફક્ત જંતર-મંતર પર રાષ્ટ્રધ્વજ લહેરાવવા બદલ પાંચ દિવસ માટે કસ્ટડીમાં રાખો છો? આવું તો 1975ની કટોકટી દરમિયાન પણ નહોતું થયું.
Narendra Modi Has Made Waving National Flag A Crime!!!
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 14, 2026
If you have the guts announce emergency, stop hiding behind the police and this undeclared emergency! pic.twitter.com/E7EmE6Tgao
નાગપુરમાં દીક્ષાભૂમિની મુલાકાત લઈ દિપકેએ 'ધમ્મચક્ર પ્રવર્તન દિન' નિમિત્તે ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપી જણાવ્યું હતું કે 'આપણો દેશ બંધારણ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો પર ચાલે છે. નરેન્દ્ર મોદી કે અન્ય કોઈ આ દેશ પર આરએસએસ વિચારધારા લાદવા માટે ગમે તેટલા પ્રયાસો કરે એમને સફળતા નહીં મળે. આ દેશ હંમેશાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને અનુસરશે.'
Trianga Hamari Jaan Hai, Trianga Hamari Shaan Hai! https://t.co/CLidREnCiz
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 14, 2026
સીઈસીના રાજીનામાની માંગણી માટે વિપક્ષી ઈન્ડિ બ્લોક દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનો વિશે પૂછવામાં આવતા દીપકેએ કહ્યું કે સીજેપી એક સ્વતંત્ર જૂથ છે અને હંમેશા રહેશે. પરંતુ એનો અર્થ એ નથી કે સીજેપી 'ઈન્ડિ' બ્લોકની વિરુદ્ધ છે. બંનેની ચળવળ એક જ હેતુ માટે છે.'