Wed Jun 17 2026

Logo

જાતિ વિરોધી ટિપ્પણીના વિવાદમાં રાજીનામું આપનાર ચેતન ધાનાણીને ફરી મળ્યું યુવા ભાજપનુ પ્રમુખપદ!

2026-02-14 12:34:53
Author: Devayat Khatana
Article Image

અમરેલી: ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા અમરેલી જિલ્લા ભાજપ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય તેનો ધમધમાટ રાજકીય પાર્ટીઓમા જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા ભાજપમાં રાજકીય સમીકરણોને હલ કરવા માટે ખુબ ધ્યાન રખાયાનુ ચર્ચાઈ રહ્યું છે.  અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ તરીકે ચેતન ધાનાણી અને મહામંત્રી તરીકે શિવાગભાઈ ત્રિવેદી તથા રોમિતભાઈ કોટડીયાની નિમણૂક થઈ છે. 

હવે આ નિમણૂકમાં એક નામની ખુબ ચર્ચા થઈ રહી છે અને તે છે અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી. કારણ કે નવેમ્બર માસમાં તેના વિરુદ્ધ  લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે આ વિવાદે ખુબ ચર્ચા જગાવી હતી અને વિવાદ વધતા ચેતન ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે હવે ભાજપે ચેતન ધાનાણીને જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું  પદ આપ્યુ છે. 


બનાવની વિગતે વાત કરવા, નવેમ્બર 2025માં સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ભાજપના નેતા ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ વિવાદ વચ્ચે AAP ગુજરાતના SC સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ અમરેલીના લાલવદર ગામે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી હતી.

આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો તેમજ ધમકી આપી હૈ, જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ હતી. ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભરે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ ચેતન ધાનાણીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

શું હતો સમગ્ર બનાવ?
સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલી તાલુકાના લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના ગામના અન્ય લોકોને ગામના ચેતનભાઈ ધાનાણીએ ફોન કરીને જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે આમ આદમી પાર્ટીના નેતા જગદીશ ચાવડાએ વિડીયો પોસ્ટ કરી કહ્યું હતું કે, “આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા આવેલા લાલાવદર ગામના જીગ્નેશભાઈ અને તેમના અન્ય સાથીઓ પર દાઝ રાખીને ફોન કરીને ગંદી ગાળો ભાંડી  અને અરવિંદ કેજરીવાલની સભામાં કેમ ગયો? એકબાજુ ભાજપ સરકાર ખેડૂતોને લૂંટી રહી છે અને ખેડૂતો પર દમન ગુજારી રહી છે, ત્યારે ભાજપના ગુંડાઓ ખેડૂતોને ધમકી આપે છે. તેમણે કહ્યું હતું કે હું લાલાવદર ગામે આવી રહ્યો છું અને જીગ્નેશભાઈ સાથે મુલાકાત કરીશ.”  ત્યારે આજે  આમ આદમી પાર્ટી ગુજરાતના SC સેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ચાવડાએ કાર્યકર્તાઓ સાથે અમરેલીના લાલવદર ગામે પીડિત ખેડૂત પરિવારોની મુલાકાત લીધી હતી. તેમની સાથે પોલીસના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.