દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
Live Updates
ઈરાન-ઈઝરાયલ/અમેરિકાના યુદ્ધમાં 2,178 હુમલા
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ 19 દિવસથી ચાલુ છે, પરંતુ આ યુદ્ધ રોકાવવાનું નામ નથી. અત્યાર સુધીમાં 2,000થી વધુ હુમલા કરવામાં આવ્યા છે. તહેરાન પર સૌથી વધુ હુમલા કરવામાં આવ્યા છે, જેની કાર્યવાહીમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર થઈ છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં યુએસ-ઈઝરાયલે ઈરાન પર 1,394 હુમલા કર્યા છે, જ્યારે ઈરાને અમેરિકાના સહયોગી દેશ પર 784 હુમલા કર્યા, જેથી કુલ સંખ્યા 2,178 થઈ.
ગુજરાત ભાજપ રાજ્ય સંકલન સમિતિ (કોર ગ્રુપ) ની જાહેરાત
અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે પાર્ટીની રાજ્ય સંકલન સમિતિ (કોર ગ્રુપ) ની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પાર્ટી પ્રમુખ જગદીશ પંચાલ ઉપરાંત કોર ગ્રુપના સભ્યોમાં સીઆર પાટીલ, રત્નાકર પાંડે, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, ગણપત વસાવા, દર્શનાબેન વાઘેલા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.કે. જાડેજાનો સમાવેશ થાય છે.ગુજરાતમાં આગામી મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી પણ યોજાવાની છે. ગુજરાતમાં આ વર્ષના મધ્યમાં ચાર બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી અને આવતા વર્ષે રાજ્ય વિધાનસભાની નિયમિત ચૂંટણી પણ યોજાવાની છે.
દિલ્હી-એનસીઆરમાં મેઘરાજાનું આગમન
હવામાનમાં અચાનક પલટા પછી આજે બપોર પછી દિલ્હી-એનસીઆરમાં આગાહી પ્રમાણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું થયું આગમન. દિલ્હી, નોએડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત આસપાસના વિસ્તારોમાં વંટોળ પછી મેઘરાજાના મંડાણ. હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના
લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 23 માર્ચ સુધી સ્થગિત
આજે લોકસભામાં વિપક્ષી દળોના હંગામા અને વિરોધ પ્રદર્શનને કારણે બંને ગૃહની કાર્યવાહી 23 માર્ચ, 2026 સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે આઠમો દિવસ હતો. 37 રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂરો થયો, ત્યારે પીએમ મોદી સહિત વિપક્ષના નેતાએ વિદાય થનારા સભ્યો માટે મહત્ત્વના નિવેદન આપ્યા હતા.
લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 23 માર્ચ સુધી સ્થગિત
આજે લોકસભામાં વિપક્ષી દળોના હંગામા અને વિરોધ પ્રદર્શનને કારણે બંને ગૃહની કાર્યવાહી 23 માર્ચ, 2026 સોમવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે આઠમો દિવસ હતો. 37 રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ પૂરો થયો, ત્યારે પીએમ મોદી સહિત વિપક્ષના નેતાએ વિદાય થનારા સભ્યો માટે મહત્ત્વના નિવેદન આપ્યા હતા.
હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા 22 જહાજ સુરક્ષિતઃ સરકાર
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સરકારે આજના પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે હોર્મુઝ સ્ટેટમાં ફસાયેલા 22 ભારતીય જહાજ સુરક્ષિત છે. જોકે, ભારત દ્વારા જપ્ત કરેલા ઈરાનના જહાજના બદલામાં ભારતીય જહાજોને રસ્તો આપવાની વાતને પણ કેન્દ્ર સરકારે રદિયો આપ્યો હતો.
કાલુપુર રેવડી બજારની 30થી વધુ દુકાનોમાં લાગી આગ
અમદાવાદ: અમદાવાદના સૌથી વ્યસ્ત એવા રેવડી બજારમાં 30થી વધુ દુકાનોમાં આગ લાગી છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી દીધી છે. મોટાભાગની દુકાનો કપડા હોવાના કારણે આગ વધુ ફેલાઈ હોવાની આશંકા છે. જો કે, આગ લાગ્યાનું કારણ હજી અકબંધ છે.
ટ્રમ્પે ચીનની મુલાકાત રદ કરી
ઈઝરાયલ-અમેરિકાનું ઇરાન પરનું સંયુક્ત યુદ્ધ દિવસે દિવસે વિકટ બની રહ્યું છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ નવા દાવપેચ કરી રહ્યા છે. હોર્મુઝ ખાડી મુદ્દે એકલા પડ્યા પછી આજે અચાનક ચીનની મુલાકાત રદ કરી હોવાનો દાવો કર્યો છે. 31 માર્ચથી બીજી એપ્રિલ ટ્રમ્પ બીજિંગની મુલાકાતે જવાના હતા, પરંતુ આ મુલાકાત રદ કરવાથી યુદ્ધ વધુ વણસવાની શક્યતા નકારી શકાય નહીં.
અમદાવાદના પાંચકૂવામાં 6 દુકાનો આગની ઝપેટમાં
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલુપુર વિસ્તારના પાંચકુવા રેવડી બજાર માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા જ ફાયર વિભાગની ૧૦થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે.
પાટનગરમાં અગ્નિતાંડવઃ એક પરિવારના નવ લોકોનાં મૃત્યુ
દિલ્હીના પાલમ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના નવ લોકોનાં મૃત્યુ, જેમાં ત્રણ બાળકનો સમાવેશ. મેટ્રો સ્ટેશન નજીકની એક ઈમારતમાં આગ લાગી ત્યારે નીચે કપડા અને કોસ્મેટિકની દુનકાન હતી, જ્યારે પરિવાર ઉપર રહેતો હતો, જેમાં નવ લોકોના મોત થયા, જ્યારે બે લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હોવાનું પ્રશાસને જણાવ્યું.દિલ્હીના પાલમ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં એક જ પરિવારના નવ લોકોનાં મૃત્યુ, જેમાં ત્રણ બાળકનો સમાવેશ. મેટ્રો સ્ટેશન નજીકની એક ઈમારતમાં આગ લાગી ત્યારે નીચે કપડા અને કોસ્મેટિકની દુનકાન હતી, જ્યારે પરિવાર ઉપર રહેતો હતો, જેમાં નવ લોકોના મોત થયા, જ્યારે બે લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હોવાનું પ્રશાસને જણાવ્યું.
રાજ્યસભામાં સાંસદોની ભાવુક વિદાય
રાજ્યસભાના 59 સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભાવભીની વિદાય આપી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે, રાજનીતિમાં ક્યારેય 'ફુલસ્ટોપ' હોતો નથી અને નવો સમૂહ હંમેશા જૂના સભ્યોના અનુભવમાંથી શીખતો હોય છે. તેમણે ડેપ્યુટી ચેરમેન હરિવંશજીની કામગીરીના વખાણ કર્યા અને રામદાસ આઠવલેના વ્યંગને પણ યાદ કર્યા હતા. એપ્રિલથી જૂન વચ્ચે નિવૃત્ત થનારા આ સભ્યોમાં પૂર્વ પીએમ એચ.ડી. દેવગૌડા અને મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
જામનગરના ધુતારપર ગામે પિતાએ માસૂમ દીકરી સાથે કૂવામાં ઝંપલાવ્યું
જામનગરના ધુતારપર ગામે પિતાએ માસૂમ દીકરી સાથે કૂવામાં ઝંપલાવતાં બંનેના મોત થયા હતા. મૂળ મધ્યપ્રદેશના અને વાડીમાં મજૂરી કરતા 20 વર્ષીય અકલેશ ડોડવેરે પત્નીના ચારિત્ર્ય પર શંક કરી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાટમાં આવી અકલેશએ પોતાની દીકરી સાથે વાડીના કૂવામાં પડતું મૂકતા બંનેના કરુણ મોત થયા હતા.
ઈઝરાયલના હુમલામાં લારીજાનીના પુત્રનું પણ મોત
ઇઝરાયલે ઈરાનના સૌથી મોટા સુરક્ષા અધિકારી અલી લારીજાનીને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં તેમના પુત્ર મુર્તઝા લારીજાની અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ અલી રેઝા બિયાતનું પણ મોત થયું છે. ઈરાને પણ આ મોતના સમાચારને પુષ્ટિ આપી છે. લારીજાની ઈરાનના અત્યંત પ્રભાવશાળી નેતા હતા.
ઈન્દોરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં વિસ્ફોટથી લાગેલી આગમાં 6નાં મોત
ઈન્દોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટમાં શોર્ટ સર્કિટના કારણે થયેલા બ્લાસ્ટે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરમાં રાખેલા ગેસ સિલિન્ડરો પણ એકપછી એક ફાટવા લાગ્યા હતા, જેના કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત નીપજ્યા છે. આગની લપેટમાં આખું ઘર આવી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી નહોતી. સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું.