એપ્રિલ મહિનો આજે પૂરો થઈ રહ્યો છે અને આવતીકાલથી મે મહિનો શરૂ થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હોચર કરી એકબીજા સાથે યુતિ કરીને મહત્વના રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મે મહિનામાં ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 11મી મેના રોજ જ્યારે ગ્રહોના રાજા સૂર્ય, ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળ મેષ રાશિમાં એકસાથે આવી રહ્યા છે જેને કારણે 'ત્રિગ્રહી યોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, સૂર્ય-મંગળની યુતિથી 'મંગળાદિત્ય રાજયોગ' અને સૂર્ય-બુધની યુતિથી 'બુધાદિત્ય રાજયોગ' પણ રચાઈ રહી રહ્યો છે. આ શુભ યોગોને કારણે કઈ રાશિઓને વિશેષ ફાયદો થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ
મેષ રાશિમાં જ આ યોગ બની રહ્યો હોવાને કારણે આ રાશિના જાતકોને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તમારી નેતૃત્વ ક્ષમતા ખીલી ઉઠશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે. કરિયરની દ્રષ્ટિએ પણ આ સમયગાળો અનુકૂળ રહેશે અને નવી નવી તકો સામે આવી રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો એકદમ અનુકૂળ રહેવાનો છે.
સિંહ:
સિંહ રાશિના જાતકોને મે મહિનામાં થઈ રહેલી ગ્રહોની આટલી મોટી હિલચાલથી વિશેષ લાભ થઈ રહ્યો છે. આ સમયે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભના પ્રબળ યોગો દેખાઈ રહ્યા છે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે તમારી ઉત્સાહ અને ઉમંગ બંનેમાં વૃદ્ધિ થશે. નોકરી શોધી રહેલાં જાતકોને આ સમયે નવી નવી નોકરીની તક મળી રહી છે અને પ્રમોશન અને પગાર વધારો થવાની પણ શક્યતા છે. આવક અને પગારમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે.
મકર:
મકર રાશિના જાતકો માટે આ મે મહિનો આર્થિક અને કરિયની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયે આવકના નવા સ્ત્રોત ઉભા થશે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. રોકાણ કરવા માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય વિતાવવાની તક મળશે.
કુંભ:
કુંભ રાશિના જાતકોને આ સમયે પારિવારિક જીવનમાં ખુશીઓ મળી રહી છે. સંબંધોમાં મીઠાશ આવશે અને પ્રેમ જીવન સુખદ રહેશે. પરિવારના સભ્યો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપારમાં મોટો લાભ થવાની શક્યતા છે, જેનાથી આર્થિક સદ્ધરતા વધશે. માતા-પિતાના આશિર્વાદથી તમારા અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.