દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સ્મૃતિ, હરમન, રિચાની દમદાર બૅટિંગઃ પાકિસ્તાનને મળ્યો 171 રનનો પડકારરૂપ લક્ષ્યાંક
બર્મિંગમમાં ભારતની મહિલા ટી-20 ટીમે પાકિસ્તાનને વર્લ્ડ કપના મહત્ત્વના મુકાબલામાં જીતવા માટે 171 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ભારતે બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 170 રન બનાવ્યા જેમાં સ્મૃતિ મંધાના (68 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર), હરમનપ્રીત કૌર (36 રન, 35 બૉલ, ચાર ફોર) અને વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 17 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ના સૌથી વધુ યોગદાન હતા. વન-ડે વર્લ્ડ કપની સુપરસ્ટાર સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા 12 રન બનાવીને અણનમ રહી હતી. સાદિયા અને કૅપ્ટન ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાન વર્લ્ડ કપમાં 10 વર્ષથી ભારત સામે નથી જીત્યું એ જોતાં આ મૅચમાં પણ ભારત જીતવા ફેવરિટ છે.

TMC ના બાગી સાંસદો Nationalist Citizen Partyમાં સામેલ થશે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ, ટીએમસીના સંસદીય પક્ષમાં મતભેદ ઉભરી આવ્યા છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળવા ગયા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ટીએમસીના બળવાખોર જૂથે Nationalist Citizen Partyમાં ભળી જવાનો નિર્ણય લીધો છે. Nationalist Citizen Partyમાં જોડાયા બાદ ટીએમસીના આ બાગી સાંસદો એનડીએને સમર્થન આપશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
TMC ના બાગી સાંસદો Nationalist Citizen Partyમાં સામેલ થશે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ, ટીએમસીના સંસદીય પક્ષમાં મતભેદ ઉભરી આવ્યા છે. બળવાખોર સાંસદો લોકસભા સ્પીકરને મળવા ગયા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, ટીએમસીના બળવાખોર જૂથે Nationalist Citizen Partyમાં ભળી જવાનો નિર્ણય લીધો છે. Nationalist Citizen Partyમાં જોડાયા બાદ ટીએમસીના આ બાગી સાંસદો એનડીએને સમર્થન આપશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મધ્યપ્રદેશના મુરેનામાં ટ્રેનમાં આગની અફવાથી લોકો કુદયા, બીજી ટ્રેનથી ટક્કરથી છ લોકોના મોત
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઇ છે. જેમાં હેતમપુર રેલ્વે સ્ટેશન નજીક ખજુરાહો-ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાને કારણે મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. જ્યારે મુખ્ય ટ્રેક પર આવી રહેલી પાતાળકોટ એક્સપ્રેસની ટક્કરથી છ મુસાફરોના મોત થયા છે. જ્યારે બીજા અન્ય ઘાયલ થયા છે.
મહારાષ્ટ્રના પંઢરપુરમાં ગંભીર અકસ્માત, 14 લોકોના મોત
મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત થયો છે, જ્યાં યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ વાન કૂવામાં પડી ગઈ. આ ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તમામ પીડિતો પંઢરપુરના રંજાણી ગામના રહેવાસી હતા અને યાત્રા પર હતા.
પાકિસ્તાનના ટેબલ ટેનિસ ફેડરેશનનો ખેલાડીઓને આંચકોઃ `એશિયાડનો તમારો બધો ખર્ચ તમે ઉપાડજો'
સામાન્ય રીતે કોઈ પણ દેશના કોઈ પણ ખેલકૂદ સંગઠનના ખેલાડીઓ જો વિદેશમાં ટૂર્નામેન્ટ રમવા જાય ત્યારે તેમનો પ્રૅક્ટિસથી લઈને ટૂર પરથી પાછા આવવા સુધીનો તમામ ખર્ચ તેમનું સ્પોર્ટ્સ ફેડરેશન ઉપાડે છે, પરંતુ પાકિસ્તાનમાં સ્થિતિ સાવ ઊલટી છે. પાકિસ્તાનના ટેબલ ટેનિસ ફેડરેશને એના પુરુષ તથા મહિલા ખેલાડીઓને કહી દીધું છે કે `આ વર્ષે જાપાનમાં જે એશિયન ગેમ્સ રમાવાની છે એમાં તમારે તમારો બધો ખર્ચ ઉપાડવો પડશે, અમે એક પૈસો નહીં આપીએ. તમારી વિમાનની ટિકિટ તમારે જ કઢાવવી પડશે, જાપાનમાં રહેવાનો ખર્ચ પણ તમે જ ભોગવજો અને જાપાનમાં જો કોઈ ખર્ચ કરવો હોય તો તમારા વિદેશી હુંડિયામણની વ્યવસ્થા પણ તમારે જ કરવી પડશે કારણકે અમને પાકિસ્તાન સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ કે ફંડ નથી મળતું.'

આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલ દ્વારા કરાતી રૂપિયા 655.04 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ
દેશમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નકલી મેડિકલ રિપોર્ટના આધારે હોસ્પિટલ દ્વારા કરાતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. જેમાં નેશનલ હેલ્થ ઓથોરિટી એ એઆઇ અને મશીન લર્નિંગની મદદથી રૂપિયા 655.04 કરોડના છેતરપિંડીના દાવા શોધ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા, કહ્યું તે ભારતની સિદ્ધિઓને ઓછી આંકે છે
ભારતની સિદ્ધિઓને ઓછી આંકવાના આરોપ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો વિરોધ કરતા કરતા તે દેશની પણ ટીકા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને વૈશ્વિક પડકારો છતાં સતત પ્રગતિ કરી રહી છે.
પીએમ મોદીએ ફાંસમાં કહ્યું, ભારતની પ્રાથમિકતા માનવ આધારિત ટેકનોલોજી
પીએમ મોદીએ ફાંસના નાઈસ શહેરમાં આયોજિત ઈન્ડિયા ઈનોવેટ્સ' કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતની પ્રાથમિકતા માનવ આધારિત ટેકનોલોજી છે. તેમણે કહ્યું કે ભારત હાલમાં નવી ટેકનોલોજી અને વિચારો પર ઝડપી ગતિએ અને મોટા પાયે કામ કરી રહ્યું છે.
બાંગ્લાદેશમાં પોલીસે ક્રિકેટરને માર માર્યો, વિવાદ વકરતા ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
બાંગ્લાદેશમાં ક્રિકેટરને માર મારવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. આ અંગે મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના સ્પિનર નઈમ હસન સાથે પોલીસ કર્મીઓએ મારામારી કરવામાં આવી હતી. જેની બાદ ત્રણ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કાકોલી ઘોષના પુત્ર મમતા બેનર્જીને નોટિસ મોકલશે
પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં સાંસદો દ્વારા એકબીજા પર શાબ્દિક આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સાંસદ કાકોલી ઘોષના પુત્રએ મમતા બેનર્જી, સૌગત રોય, કલ્યાણ બેનર્જી, મહુઆ મોઇત્રા અને સોનાલી ગુહાને કાનૂની નોટિસ મોકલવાની તૈયારી કરી છે.
દેશના પાંચ રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં યોજાઈ શકે છે ચૂંટણી
દેશમાં ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ,ગોવા અને મણિપુરમાં ચૂંટણી એ વર્ષ નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે. વાસ્તવમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત વસતી ગણતરીના બીજા તબક્કાને ખલેલ ના પહોંચે તે માટે કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી-માર્ચ પૂર્વે મતદાન પર વિચાર કરી રહી છે.
અયોધ્યા અને નેપાળના જનકપુર વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવાનું આયોજન
ભારત અને નેપાળ વચ્ચે સરહદ અંગેના વિવાદ વચ્ચે ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યા અને નેપાળના માતા સીતાના જન્મ સ્થળ જનકપુર સુધી રેલવે લાઇન નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે બે દેશો વચ્ચે સર્વસંમતિ ઉભી થઇ હોવાની માહિતી સાંપડી છે.
રાજ્યભરની RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા ખોરવાઈ
સારથી પોર્ટલમાં ફરી ટેકનિકલ ખામી ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલની પ્રક્રિયા ખોરવાતા અનેક અરજદારોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા 20 દિવસથી દસ્તાવેજ દેખાતા નથી જેના કારણે અનેક અરજદારોને પરેશાની વેઠવી પડી રહી છે. દસ્તાવેજ અપલોડ થયા બાદ દેખાતા નથી.રાજ્યભરની RTO કચેરીઓમાં અરજદારો પરેશાન થતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે.વર્ષ 2010 પહેલાના લાઇસન્સ રિન્યુઅલના કામ અટવાયા છે,વિદેશ જવા ઇચ્છુકોના કામ અટકતા એમના પણ બીજા લીગલ ડૉક્યમેન્ટ અટકયા છે.
બિહારમાં રેલવેપોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
બિહારમાં સૈન્ય ભરતીની પરીક્ષા થવા જઈ રહી છે, પરીક્ષા શરૂ થાય એ પહેલા જ બિહારના પાટલીપુત્ર રેલવે સ્ટેશન પર વિદ્યારથીઓએ હંગામો શરૂ કરી દીધો છે. સ્ટેશન પર ટ્રેનની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે નારાજ વિદ્યાર્થીઓએ રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતુ.આક્રોશે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક ટ્રેનને રોકવાનું શરૂ કરી દેતા રેલવે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે લાઠીચાર્જ કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. વિદ્યાર્થીઓએ પણ સ્ટેશન પર તોડફોડ શરૂ કરી હતી. અનેક એવી ટ્રેન પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
રાજકોટમાં ઘંટેશ્વર પાર્ક પાસે ટ્રક-એક્ટિવાનો અકસ્માત, એકનું મોત
રાજકોટમાં ઘંટેશ્વર નજીક અકસ્માત થતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.એક ટ્રકે એક્ટિવા ચાલક વિદ્યાર્થીને અડફેટે લેતા વિદ્યાર્થીનું મૃત્યું થયું છે. વિદ્યાર્થી ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. સ્કૂલથી પરત ફરતા સમયે અકસ્માત થયો હતો. ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.