દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા
ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તેમજ દેશનો જીડીપી વૃદ્ધિ દર 7 ટકાથી ટકાથી ઉપર છે. તેવા સમયે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્થિક વૃદ્ધિના આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આર્થિક વૃદ્ધિના આંકડાઓ કોર્પોરેટ રોકાણ અને ઘટતા વિદેશી રોકાણના આંકડાઓ સાથે સુસંગત નથી.
આ દેશનો કૅપ્ટન ઈજાને લીધે ફિફા વર્લ્ડ કપની બહાર, નિવૃત્તિ જાહેર કરી દીધી
ફૂટબૉલ વર્લ્ડ કપમાં ભાગ લેતા એશિયન દેશોમાં સાઉથ કોરિયા અને અન્ય દેશોની સાથે જાપાનનું નામ પણ અચૂક લેવાય છે અને આ દેશની વર્લ્ડ કપ ટીમે મોટો આંચકો લાગ્યો છે, કારણકે એનો (જાપાનનો) કૅપ્ટન વાતારુ એન્દો ઈજાને કારણે ટૂર્નામેન્ટમાં જાપાનની પ્રથમ મૅચ રમાય એ પહેલાં જ આઉટ થઈ ગયો છે. તેને પગમાં ઈજા છે. તે વર્લ્ડ કપની બહાર થઈ જતાં તેણે નિરાશામાં આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. જાપાનની પ્રથમ મૅચ 14મી જૂને નેધરલૅન્ડ્સ સામે રમાવાની છે. મિડફીલ્ડર એન્દોના સ્થાને ડિફેન્ડર કો ઇતાકુરા ટીમનો નવો સુકાની નીમાયો છે.

એલપીજી ગ્રાહકોને 30 જૂન પૂર્વે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના
કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓએ એલપીજી ગ્રાહકો માટે એક મહત્વની સૂચના આપી છે. જેમાં જે ગ્રાહકોએ એલપીજી કનેક્શન હોવા છતાં ઇ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તેમને આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ગ્રાહકોને 30 જૂન પૂર્વે આ કાર્યવાહી પૂર્ણ કરવા જણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દાવો, કહ્યું ઈરાન વિરુદ્ધ યુદ્ધ સમાપ્ત કરી દીધું
મિડલ ઈસ્ટના ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધમાં સતત નવા ઘટનાક્રમ ઉમેરાઇ રહ્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર નિવેદન બદલી રહ્યા છે. જેમાં ગુરુવારે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી આપી રહ્યા હતા ત્યારે આજે હવે નવું નિવેદન આપ્યું છે. જેમાંકહ્યું છે કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધનું યુદ્ધ સમાપ્ત કરી દીધું છે.
ભારતીય જહાજ પર અમેરિકાના હુમલા બાદ સરકારનું કડક વલણ, અમેરિકન રાજદૂતને સમન્સ પાઠવ્યું
મિડલ ઈસ્ટમાં સતત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકા દ્વારા ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. જેની બાદ વિદેશ મંત્રાલયે અમેરિકાના રાજદૂત જશ્ને મીક્સને સમન્સ પાઠવ્યા હતા. તેમજ તેમની સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. હાલમાં એક 20 નાવિકો સાથેના ભારતીય જહાજ પર હુમલો થયો હતો. ચાર દિવસમાં આ ત્રીજી ઘટના હતી.જેની બાદ સરકારે કડક વલણ અપનાવીને અમેરિકાના રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક આંચકો, તેમની કવિતાને પુસ્તકાલયમાં દૂર કરાશે
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. જેમાં હવે મમતા બેનર્જીએ લખેલી કવિતા " એપાંગ ઓપાંગ ઝાપંગ' ને પુસ્તકાલયમાં દૂર કરવામાં આવી શકે છે. આ અંગે રાજયના પુસ્તકાલય મંત્રી ગૌરીશંકર ઘોષે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે સરકારી સહાયિત પુસ્તકાલયો હવેથી ફક્ત તે જ પુસ્તકોનો સંગ્રહ કરશે જે માહિતીપ્રદ હોય અને રાષ્ટ્રીય ચેતનાને પ્રોત્સાહન આપે.
ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીએ વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી
અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ થયું છે. આ દુર્ઘટનામાં રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભૂપેન્દ્ર પટેલે લખ્યું, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિએ તેમને ભાવભરી સ્મરણાંજલિ અર્પણ કરું છું. સ્વ. વિજયભાઈનું સૌમ્ય, સંવેદનશીલ અને સાદગીભર્યું વ્યક્તિત્વ, ગુજરાતની વિકાસયાત્રામાં પારદર્શક અને નિર્ણાયક નેતૃત્વ થકી તેઓએ આપેલું યોગદાન, તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની કામગીરી સદૈવ સ્મરણીય રહેશે. જ્યારે હર્ષ સંઘવીએ લખ્યું, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા, વિનમ્ર વ્યક્તિત્વ આદરણીય વિજયભાઈ રૂપાણીજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.

ચોટીલા પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ
ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન.સોલંકી, પીએસઆઈ બી.એન.ગલચર અને અન્ય બે પોલીસકર્મીઓ દિલીપભાઈ મંજરીયા તથા નરેન્દ્રસિંહ પરમારને ફરજમાં બેદરકારી અને ગંભીર આક્ષેપોના પગલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એક હોટલ પર વિજિલન્સ ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હોટલમાંથી કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલામાં ચોટીલા પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય, ખરીદવાની લિમિટ નક્કી; આ લોકોને નહીં મળે પેટ્રોલ પંપથી ડીઝલ
સરકારે દેશમાં ઈંધણના વેચાણ અને વિતરણને લઈને એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા (નોટિફિકેશન) મુજબ, હવે રિટેલ આઉટલેટ પરથી મોટર સ્પિરિટ (પેટ્રોલ) અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના વેચાણ પર નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ, કોઈ પણ વાહન અથવા ગ્રાહક એક દિવસમાં પેટ્રોલ પંપ પરથી 200 લીટરથી વધુ હાઈ-સ્પીડ ડીઝલ ખરીદી શકશે નહીં. આ સાથે જ કોમર્શિયલ (વ્યાપારી) અને સંસ્થાકીય ગ્રાહકો માટે સીધા રિટેલ પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ આખી વ્યવસ્થા શરૂઆતના તબક્કે આગામી 90 દિવસ સુધી લાગુ રહેશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 બપોરે 1.38 વાગ્યાની આસપાસ ટેક-ઓફ કર્યાની 32 સેકન્ડની અંદર જ ક્રેશ થઈ હતી અને પ્રચંડ વિસ્ફોટ સાથે આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. પ્લેન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 180 ભારતીય મુસાફરો, ક્રૂ મેમ્બર્સના 19 સભ્ય, આશરે 50 બ્રિટિશ નાગરિકો, પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો પણ સામેલ હતા.
