Wed Apr 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 1 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-01 08:30:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-01 22:26:40

લખનઊના વહેલા પતન પછી દિલ્હીનો રકાસ, 26 રનમાં ચાર વિકેટ ગુમાવી

લખનઊમાં દિલ્હી કૅપિટલ્સે યજમાન ટીમ લખનઊ સુપર જાયન્ટ્સને માત્ર 141 રનમાં તંબૂ ભેગી કરી દીધી ત્યાર પછી ખુદ દિલ્હીની ટીમનો ધબડકો થયો હતો. પહેલા 26 રનમાં આ ટીમ ચાર વિકેટ ગુમાવી બેઠી હતી જેમાં કે. એલ. રાહુલ, નિસાન્કા, નીતીશ રાણા અને કૅપ્ટન અક્ષર પટેલનો સમાવેશ હતો. ચારેય વિકેટ પેસ બોલર્સે લીધી હતી. પ્રિન્સ યાદવે બે તેમ જ મોહમ્મદ શમી અને મોહસિન ખાને એક-એક વિકેટ મેળવી હતી. જોકે સમીર રિઝવી (13 નૉટઆઉટ) તથા ટ્રિસ્ટેન સ્ટબ્સે (18 નૉટઆઉટ) બાજી થોડી સંભાળી લીધી હતી અને નવમી ઓવરને અંતે સ્કોર 4/61 હતો.

2026-04-01 21:20:47

લખનઊ 141 રન પર ઑલઆઉટ

દિલ્હી સામે લખનઊની ટીમ 18.4 ઓવરમાં માત્ર 141 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ છે. અબ્દુલ સામદના 36 રન ટીમમાં હાઇએસ્ટ હતા. મિચલ માર્શે 35 રન કર્યા હતા. ટી. નટરાજન અને લુન્ગી ઍન્ગિડીએ ત્રણ-ત્રણ વિકેટ, કુલદીપ યાદવે બે તેમ જ કૅપ્ટન અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી. સુકાની રિષભ પંત વિચિત્ર સંજોગોમાં રનઆઉટ થયો હતો. મુકેશ કુમારને વિકેટ નહોતી મળી, પરંતુ તેની ત્રણ ઓવરમાં માત્ર 17 રન બન્યા હતા.

 

2026-04-01 20:55:52

ઓપનર પંતના આઘાતજનક રનઆઉટ પછી વિકેટોની લાઇન લાગી

લખનઊમાં દિલ્હી કૅપિટલ્સ સામે યજમાન લખનઊ સુપર જાયન્ટ્સની ટીમનો કૅપ્ટન રિષભ પંત ઘણા વખતે ઓપનિંગમાં રમ્યો અને ત્રીજી જ ઓવરમાં પોતાના નવમા બૉલ બાદ રનઆઉટ થઈ ગયો હતો. મિચલ માર્શના શૉટમાં બૉલ સામેના સ્ટમ્પ્સ તરફ આવ્યો હતો અને બોલર મુકેશ કુમાર વળતો કૅચ નહોતો ઝીલી શક્યો, પણ તેના હાથને અડક્યા બાદ બૉલ નૉન સ્ટ્રાઇક એન્ડના સ્ટમ્પ્સ પર ગયો હતો અને ત્યારે પંત ક્રીઝની બહાર હોવાથી ફક્ત સાત રન કરીને રનઆઉટ થઈ ગયો હતો. પંત અગાઉ પણ ઓપનિંગમાં રમ્યો હતો, પણ નવી ડિઝાઇનના ડ્રેસમાં શરૂઆતમાં ખૂબ ઉત્સાહિત હોવા છતાં રનઆઉટ થતાં નિરાશા થઈને પાછો આવી ગયો હતો. ત્યારે સ્કોર માત્ર 19 રન હતો અને તેની વિકેટ બાદ સમયાંતરે વિકેટ પડતી રહી હતી. 15મી ઓવરને અંતે સ્કોર 6/121 હતો.

2026-04-01 20:54:28

ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો

મિડલ ઈસ્ટમાં અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને મંગળવારે અમેરિકન ટેક કંપનીઓને નિશાન બનાવવાની ચીમકી આપી  હતી. ત્યારે મીડિયા અહેવાલ મુજબ આજે ઈરાને બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે.

2026-04-01 19:57:44

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું ઇરાને કરી યુદ્ધવિરામની અપીલ

મિડલ ઈસ્ટમાં અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડરે અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી છે. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ વેબસાઇટ પર આ દાવો કર્યો છે. ટ્રમ્પની પોસ્ટ અંગે ઈરાન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

2026-04-01 19:51:53

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, કહ્યું ઇરાને કરી યુદ્ધવિરામની અપીલ

મિડલ ઈસ્ટમાં અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડરે અમેરિકાને યુદ્ધવિરામની અપીલ કરી છે. ટ્રમ્પે તેમની ટ્રુથ સોશિયલ વેબસાઇટ પર આ દાવો કર્યો છે. ટ્રમ્પની પોસ્ટ અંગે ઈરાન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

2026-04-01 19:38:51

મહારાષ્ટ્રના જાલના માર્ગ પર ભયંકર અકસ્માત, સાતના મોત

જાલનાઃ મહારાષ્ટ્રના જાલનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મજૂરોને લઈને જતાં એક પિકઅપને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ભયંકર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 6 થી 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

2026-04-01 18:20:27

ફેક ટ્રાફિક ચલાનમાં અમદાવાદના ગૃહસ્થે રૂ. દસ લાખ ગુમાવ્યા

અમદાવાદઃ શહેરમાં રહેતા 50 વર્ષીય ગૃહસ્થના અકાઉન્ટમાંથી રૂ. 10 લખ જેવી માતબર રકમ સાયબર ગઠિયાઓએ તફડાવી લીધી હતી. સાયબર સેલમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદીને ટ્રાફિક પોલીસ તરફથી ચલાન કપાયાની એપીકે ફાઈલની લીંક આવી હતી. વૉટ્સ એપ પર આવેલી આ લિંકને સાચી સમજી તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેવું તેમણે નામ અને નંબર એન્ટર કર્યા કે તેમને પૈસા ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો. ફરિયાદીને ભૂલ સમજાઈ અને તેમણે લિંક અને એપ ડિલિટ કરી નાખી હતી, પરંતુ એક પછી એક ટ્રાન્ઝેક્શનમાં તેમના રૂ. 10.7 લાખ ડિડક્ટ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ફેક એપીકે ફાઇલો પર ક્લિક કરવાથી સાયબર ગુનેગારોને તમારા મોબાઈલ કે અન્ય ડિવાઈસનો  રિમોટ એક્સેસ મળે છે, જેનાથી તેઓ બેંકિંગ ડિટેલ્સ ચોરી શકે છે અને ઓટીપી અટકાવી શકે છે.  આ કેસમાં ગુનેગારોએ ફરિયાદીના નામે લોન લીધી હતી અને અન્ય ટ્રાન્ઝેક્શન કરી રૂપિયા ઉપાડી લીધા હતા. 
ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે  અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટની જોગવાઈઓ હેઠળ છેતરપિંડી અને બનાવટીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

2026-04-01 17:20:29

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત, 26 એપ્રિલના રોજ મતદાન 28 એપ્રિલે પરિણામ

ગુજરાતમાં  રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. આ તમામ ચૂંટણી માટે 26 એપ્રિલના રોજ મતદાન યોજવામાં આવશે. જ્યારે  28 એપ્રિલના રોજ  પરિણામ  જાહેર કરવામાં આવશે. આ તમામ ચૂંટણીમાં મતદાન માટે  ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે.

2026-04-01 17:14:27

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત

ગુજરાતમાં  રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.

2026-04-01 15:45:18

પશ્ચિમ બંગાળ SIR કેસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું વોટ નહિ આપવાથી વોટિંગનો અધિકાર સમાપ્ત નથી થતો

પશ્ચિમ બંગાળ SIR કેસ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે નોંધ્યું છે કે આ પ્રક્રિયા હેઠળ જો કોઇ મતદારનું નામ વોટર લિસ્ટમાંથી દૂર થઇ જાય છે અને તે આ વખતે વોટિંગ નથી કરી શકતો તો એનો એ મતલબ નથી કે તે આજીવન મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત રહેશે. આ અંગે  મતદાર  ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકે છે. તેમજ જો ટ્રિબ્યુનલ મતદારનું નામ યાદીમાં સમાવવાનો આદેશ આપે તો તેનું નામ યાદીમાં સામેલ થઇ શકે છે.

2026-04-01 15:30:28

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ-ટર્ન, કહ્યું તેને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં ઈરાને  વૈશ્વિક ઉર્જા માટે મહત્વના એવો  હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે. તેમજ હવે ત્યાંથી પસાર થનારા જહાજને ફરજિયાત ટેકસ આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેવા સમયે હવે અમેરિકાએ  હોર્મુઝ સ્ટ્રેટ  અંગે  તેના વલણને બદલ્યું છે. તેમજ જે પહેલા  હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો કરવાની વાત કરતું હતું તે અમેરિકા હવે પીછેહઠ કરતું નજરે પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે  સ્પષ્ટ કર્યું છે કે  હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત કરવાની જવાબદારી અમેરિકાની નથી.

2026-04-01 14:42:22

માર્ચમાં GST કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાને પાર

દેશમાં GST કલેક્શનમાં સતત મજબૂતી દેખાઈ રહી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, માર્ચ 2026માં કુલ GST કલેક્શન વધીને ₹2,00,064 કરોડ રહ્યું છે. જે માર્ચ 2025માં ₹1,83,845 કરોડથી 8.8% વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ GST વસૂલાત ₹22.27 લાખ કરોડ રહી હતી., જે પાછલા નાણાકીય વર્ષ 2024-25માં ₹20.55 લાખ કરોડથી 8.3% વધુ છે.

2026-04-01 14:08:57

ગુજરાતમાં આજે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આજે ચૂંટણી જાહેર થઈ શકે છે. સાંજે 5 કલાકે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. જેના પરથી આજે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે તેમ લાગી રહ્યું છે.

2026-04-01 13:30:38

એચ.એસ. ફૂલકા ભાજપમાં જોડાયા

પંજાબના  આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ એચ.એસ. ફૂલકા બુધવારે બપોરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આશરે 7 વર્ષના લાંબાગાળા બાદ ફૂલકાએ સક્રિય રાજકારણમાં વાપસી કરી છે, જેને પંજાબમાં ભાજપ માટે એક મોટા બૂસ્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે.

2026-04-01 10:14:35

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3) ની મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારો માટે આ  સુવર્ણ તક સમાન છે. ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 15 એપ્રિલ, 2026ના રોજ થશે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ, 2026 છે.

2026-04-01 09:44:40

શેર બજારની હરિયાળી શરૂઆત; સેન્સેક્સ 1,814 પોઈન્ટ ઉછળ્યો

પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ભારે કડાકા બાદ આજે બુધવારે ભારતીય સકારાત્મક શરૂઆત નોંધાવી. BSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,814 પોઈન્ટના વધારા સાથે 73,762 પર ખુલ્યો. જ્યારે, NSEનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 567 પોઈન્ટના વધારા સાથે 22,899 પર ખુલ્યો.

2026-04-01 08:32:31

દુબઈ પર ઈરાનનો મિસાઈલ હુમલો, બે ભારતીય ઘાયલ

ઈરાને દુબઈના એક રહેણાંક વિસ્તાર પર મિસાઈલ હુમલો કર્યો હતો.  જોકે UAE ની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મિસાઈલને હવામાં તોડી પાડી હતી.  મિસાઈલના ટુકડા રહેણાંક વિસ્તારોમાં પડ્ હતા. જેમાં બે ભારતીયો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા.

2026-04-01 08:31:42

નાણાંકીય વર્ષની મોંઘેરી શરૂઆત

નવા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં 195.50 રૂપિયાનો વધારો થયો છે અને કિંમત 2078.50 રૂપિયા થઈ ગઈ છે.