દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ગાંગુલીને જન્મદિનની ભેટ!: આઇસીસીના હૉલ ઑફ ફેમમાં સામેલ
ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ કૅપ્ટનોમાં ગણાતા અને અવ્વલ દરજ્જાના બૅટ્સમૅન સૌરવ ગાંગુલીને બુધવારે 54મા જન્મદિને આઇસીસી તરફથી અનેરી ભેટ મળી હતી. આ સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થાએ તેનો સમાવેશ હૉલ ઑફ ફેમમાં કર્યો હતો. ગાંગુલી આ સન્માન મેળવનાર ભારતનો 12મો ક્રિકેટર છે. અગાઉના 11 ક્રિકેટરમાં બિશનસિંહ બેદી, સુનીલ ગાવસકર, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેન્ડુલકર, વિનુ માંકડ, ડાયના એદલજી, વીરેન્દર સેહવાગ, એમએસ ધોની અને નીતુ ડેવિડનો સમાવેશ છે.

મહારાષ્ટ્રમાં દરેક ગામમાં સ્મશાન બનાવાશે
મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન જયકુમાર ગોરેએ વિધાનસભામાં જાહેરાત કરી છે કે સરકાર 'દરેક ગામમાં સ્મશાન' નીતિ અંતર્ગત રાજ્યના તમામ ગામોમાં આ સુવિધા સુનિશ્ચિત કરશે. રાજ્યમાં ૩૨,૭૯૧ ગામોમાં સ્મશાન છે, અને બાકીના ગામો માટે જમીન સંપાદન અને ભંડોળની ફાળવણીને પ્રાથમિકતા આપવામાં આવશે.
ઈરાને ચેતવણી આપી, કહ્યું અમેરિકાને મદદ કરશે તેને પરિણામ ભોગવવા પડશે
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. જેમાં અમેરિકાના ઈરાન પર હુમલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામ સમાપ્ત થયાના નિવેદન બાદ ચિંતા વધી છે. જયારે બીજી તરફ ઇરાને ખાડી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે પણ અમેરિકાને મદદ કરશે તેને પરિણામ ભોગવવા પડશે.
મમતા બેનર્જીને આંચકો, ઇડીએ ટીએમસીના ત્રણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીને આંચકો લાગ્યો છે. જેમાં ઇડીએ હવે ટીએમસી સાથે જોડાયેલા ત્રણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. આ એકાઉન્ટમાં સંયુક્ત રીતે રૂપિયા 440 કરોડ છે. ઇડીએ આ કાર્યવાહી પીએમએલએસ એક્ટ હેઠળ કરી છે.
ડોક્ટરની મારપીટઃ દર્દીની માતાએ કોર્પોરેટરને ગણાવ્યા નિર્દોષ
ડોંબિવલીની શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ગર્ભવતીની સારવાર મુદ્દે વિવાદ વકર્યો છે. ડોક્ટર અને મેડિકલ સ્ટાફની શિવસેનાના કોર્પોરેટર અને તેના માણસોએ મારપીટ કરવા મુદ્દે દર્દીના માતાએ કહ્યું છે કે કોર્પોરેટર નિર્દેોષ છે. ડોક્ટરને અનેક વખત વિનંતી કર્યા પછી પણ ઈમરજન્સીની સ્થિતિમાં બીજી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું, તેથી કોર્પોરેટરની મદદ માગી હતી.
પુણેમાં ઈમારત ધરાશાયીઃ 15 લોકો દટાયાની શંકા
પુણેના પિંપરી ચિંચવડના મોશી સ્થિત એક બિલ્ડિંગ પડવાની ઘટના ઘટી છે. બિલ્ડિંગમાં આશરે 14થી પંદર લોકો દટાયા હોવાની શંકા છે. ભારે વરાસદને કારણે કચરાનો પહાડ બિલ્ડિંગ તરફ ધસી આવવાને કારણે ઘટના ઘટી હોવાની શક્યતા છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
અસીમ મુનિરની ધમકી બાદ એલઓસી પર સુરક્ષા વ્યવસ્થા વધારી
ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. જેના પગલે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરના નિવેદન બાદ ભારતની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ કાશ્મીર નજીક એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે.
આવતીકાલે નીતિન ગડકરી અમદાવાદ-વડોદરા કોરિડોરનું નિરીક્ષણ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના હાઈવે વિકાસ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટો અને પેસેન્જર મોબિલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
રાજ્યમાં ચોમાસું જામ્યું છે. આ વખત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ 18.19 ઇંચ વરસાદ ખાબક્યો છે.
