(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલ-લાલબાગમાં રસ્તા પર તથા ગલીઓમાં અતિક્રમણ કરનારા સામે પાલિકાના એફ-દક્ષિણ વોર્ડ દ્વારા સતત બે દિવસ સુધી કાર્યવાહી કરવામાં આવી હતી.
એફ-દક્ષિણ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર વૃશ્રાલી ઈંગળેના જણાવ્યા મુજબ લાલબાગમાં ચિવડા ગલી અને મિર્ચી ગલીમાં રસ્તા પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું હોવાનું ફરિયાદ આવી હતી, જેમાં મુખ્યત્વે મિર્ચી ગલીમાં દુકાનની બહાર રસ્તાઓ પર મોટા પ્રમાણમાં મરચાઓ સૂકાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ આવી હતી, તેને કારણે રસ્તા પર લોકોને ચાલવામાં અગવડ પડી રહી હતી.
તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગુુરુવાદ બાદ શુક્રવાર એમ સતત બે દિવસ ચિવડા તથા મિર્ચી ગલીમાં કાર્યવાહી કરીને અતિક્રમણ હટાવીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા માલ-સામાનને ગોદામમાં જમા કરવામાં આવ્યો હતો.