Thu Jan 29 2026

Logo

White Logo

શિંદે જૂથને કારણે મુંબઈમાં 11 વોર્ડમાં ભાજપનો પરાજય? હારેલા ઉમેદવારોનો આક્ષેપ, કોંગ્રેસને મદદ કરવાનો આરોપ

3 days ago
Author: Vipul Vaidya
Video

મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી મહાયુતિમાં આંતરિક ઝઘડા પ્રકાશમાં આવવા લાગ્યા છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં, કેટલાક ભૂતપૂર્વ કોર્પોરેટરોને આ ચૂંટણીમાં નજીવા મતે હારનો સામનો કરવો પડ્યો હતો. 11 જેટલા વોર્ડમાં જ્યાં ભાજપના ઉમેદવારોને જીતની ખાતરી હતી ત્યાં હારના પરિણામે ભાજપની બેઠકોમાં ઘટાડો થયો. આ વોર્ડમાં સાથી પક્ષ શિંદે જૂથે કોઈ મદદ કરી ન હતી, પરંતુ કાર્યકરોમાં એવી ચર્ચા છે કે તેનાથી વિરોધી પક્ષને મદદ મળી હતી.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં, ભાજપને 89 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ગત ચૂંટણીની સરખામણીમાં માત્ર સાત બેઠકો વધારવા બદલ ભાજપની ટીકા થઈ હતી. આ ચૂંટણીમાં થયેલી હારનું વિશ્ર્લેષણ હવે તમામ સ્તરે શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ કોર્પોરેટર વિનોદ મિશ્રા, ઉજ્જવલા મોડક, રાજુલ દેસાઈ, યોગીરાજ દાભાડકર, પ્રીતમ પંડાગલે, મહેશ પારકર ખૂબ જ ઓછા માર્જિનથી હારી ગયા. શિવસેના (શિંદે) અને ભાજપ ગઠબંધન સાથે લડ્યા હોવા છતાં આ હાર થઈ તે આશ્ર્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે.
 
મારા માટે આ હાર અણધારી છે. મારા વોર્ડમાં શિવસેના (શિંદે) પક્ષની કોઈ તાકાત નથી. તેથી, જો અમે સ્વતંત્ર રીતે લડ્યા હોત, તો અમને વધુ સફળતા મળી હોત.

- વિનોદ મિશ્રા, ભાજપના ઉમેદવાર
વર્સોવા મતવિસ્તારમાં, અમને કોળી સમુદાયના મતો મળી શક્યા ન હતા, અને આ વોર્ડ પણ અમારા માટે નવો હતો. તેમાં, શિવસેના (શિંદે) પક્ષનો એક બળવાખોર ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો હતો. તેના કારણે મતો વિભાજિત થયા હતા. - યોગીરાજ દાભાડકર, ભાજપના ઉમેદવાર

વોર્ડ નં.    વિજેતા ઉમેદવાર    ભાજપના ઉમેદવાર    વિજય માટે મતોનું માર્જીન
26    ધર્મેન્દ્ર કાલે (શિવસેના-ઠાકરે)    પ્રીતમ પંડાગલે    958
43    અજિત રાવરાણે (એનસીપી-એસપી)    વિનોદ મિશ્રા    495
56    લક્ષ્મી ભાટિયા (શિવસેના-યુબીટી)    રાજુલ દેસાઈ    737
59    યશોધર ફણસે (શિવસેના-ઠાકરે)    યોગીરાજ દાભાડકર    373
74    વિદ્યા આર્ય (મનસે)    ઉજ્જવલા મોડક    81
87    પૂજા મહાડેશ્ર્વર (શિવસેના-ઠાકરે)    મહેશ પારકર    2428
99    ચિંતામણિ નિવાતે (શિવસેના-ઠાકરે)    જિતેન્દ્ર રાઉત    319
101    કારેન ડીમેલો (કોંગ્રેસ)    અનુશ્રી ઘોડકે        804
110    આશા કોપરકર (કોંગ્રેસ)    જેની શર્મા    857
165    અશરફ આઝમી (કોંગ્રેસ)    રૂપેશ પવાર    355
220    સંપદા મયેકર (શિવસેના-ઠાકરે)    દીપાલી માલુસરે    188