Sat Aug 29 2026

Logo

પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની હાર નક્કી! ભાજપની ભવ્ય જીત તરફ આગેકૂચ

2026-05-04 12:15:00
Author: Vimal Prajapati
પશ્ચિમ બંગાળમાં મમતા દીદીની હાર નક્કી! ભાજપની ભવ્ય જીત તરફ આગેકૂચ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ અત્યારે લીડમાં ચાલી રહી છે. સત્તાધારી ટીએમસી અત્યારે પાછળ ચાલી રહી છે. ભાજપે તો અત્યારે જીતનો દાવો કરી દીધો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક વલણોમાં ભારતીય જનતા પાર્ટીની સરસાઈ જોવા મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. ખડગપુર સદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર દિલીપ ઘોષ આગળ ચાલી રહ્યા હોવાના સમાચાર મળતા જ કાર્યકરોએ વિજયોત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે.  જોકે, ભવાનીપુરમાં અત્યારે મમતા આગળ ચાલી રહ્યાં છે. 

ભાજપ કાર્યાલય બહાર જીતની તૈયારીઓ શરૂ

કોલકાતા સ્થિત ભાજપ કાર્યાલયની બહાર પણ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપ કાર્યાલય બહાર ગુલાલ ઉડાડી તેમજ આતશબાજી કરીને જીતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરના પ્રારંભિક વલણોમાં પક્ષની મજબૂત સ્થિતિને જોતા ભાજપ છાવણીમાં અત્યારથી જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર, 

ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપ અત્યારે 164 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે 81 બેઠકો પર ટીએમસી લીડમાં છે. ભવાનીપુર બેઠક પર પણ રસાકસી જોવા મળી રહી છે. કારણ કે, પહેલા બે રાઉન્ડમાં સુવેન્દુ અધિકારી લીડમાં હતા અને બાદમાં ત્રીજા અને ચોથા રાઉન્ડમાં મમતાએ લીડ મેળવી લીધી છે. અત્યારે  આ બેઠક પર મમતા 8482 મતોથી આગળ ચાલી રહ્યાં છે. 

ત્રણ અંકોમાં ટીએમસીનો આંકડો નહીં પહોંચેઃ અધિકારી

મૂળ વાત એ છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપે પહેલેથી જીતનો આશાવાદ વ્યક્ત કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સુવેન્દુ અધિકારીએ તો એવા પણ દાવો કર્યો છે કે, ટીએમસીને હારવાની જ છે. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, હું પહેલેથી જ કહી દીધું હતું. ત્રણ અંકોમાં ટીએમસીનો આંકડો નહીં પહોંચે! સારી બેઠકો મળશે પરંતુ ટીએમસી 100 નો આંકડો પાર નહીં કરી શકે!