નવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામોના કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, જેમાં સવારના આઠ વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં અનેક ઉલટફેર થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે ડબલ સેન્ચુરી એટલે 200 બેઠકની ઐતિહાસિક બેઠક પાર કરી હતી, જ્યારે તમિલનાડુમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે, જ્યાં વર્તમાન મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન હાર્યા છે.
200 બેઠક પર ભાજપએ મેળવી સરસાઈ
સાંજના છ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળના પરિણામો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી) માટે ચોંકાવનારા છે, જે એક તબક્કે 100 બેઠકથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ હવે નર્વસ નાઈન્ટીઝ બની ગયું હતું, પરંતુ બીજા બે કલાકમાં વલણો એકદમ બદલાઈ ગયા છે. ટીએમસી 85 બેઠક પર આગળ ચાલી રહી છે, જેમાંથી 16 બેઠક જીતી ગઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી 200 બેઠક પાર કરી ગઈ છે, જેમાંથી 151 બેઠક સરસાઈ મેળવી છે, જ્યારે 51 બેઠક જીત્યું છે. કોંગ્રેસ માંડ બે બેઠક પર આગળ છે, જ્યારે ડાબેરી સહિત અન્ય પક્ષો ચાર-ચાર બેઠક પર આગળ છે.
તમિલનાડુમાં નંબર ટૂ પર ડીએમકે યથાવત્
તમિલનાડુમાં ટીવીકે 111 બેઠક પર આગળ છે, જેમાંથી 38 બેઠક પર જીત્યું છે. આ ઉપરાંત, ડીએમકે નંબર ટૂની પોઝિશન પર આવીને 70 બેઠકો પર આગેકૂચ કરી છે, જેમાંથી પંદર બેઠક જીતી છે. આ ઉપરાંત, એઆઈએડીએમકેએ 53 બેઠક પર સરસાઈ મેળવી છે, જેમાંથી નવ બેઠક પર જીત્યું છે. પશ્ચિમ બંગાળની માફક તમિલનાડુમાં વિજયનની પાર્ટીની સુનામી આવી છે, જેમાં એમકે સ્ટાલિન પહેલા ડૂબ્યા છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન વિધાનસભાની સીટ પરથી હારીને અપસેટ સર્જાયો છે. સીએમ સ્ટાલિનને ટીવીકેના ઉમેદવાર અને ડીએમકેના પૂર્વ વિધાનસભ્ય બીએસ બાબુએ હરાવ્યા છે.
આસામ, પુડુચેરીમાં ભાજપ અને કેરલમાં કોંગ્રેસની સુનામી
આસામ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં નવો ઈતિહાસ રચાયો છે. ભાજપએ સેન્ચુરી પાર કરી છે, જેમાં 102 બેઠક પર સરસાઈ મેળવી છે, જ્યારે કોંગ્રેસ પણ 21 બેઠકથી આગળ છે, જ્યારે ત્રણ બેઠક પર અન્ય પક્ષોના ખાતામાં ગઈ છે. કેરલમમાં ભાજપની બેઠક આગળ વધતા ત્રણે પહોંચી રહી છે, જ્યારે એલડીએફ 35 અને યુડીએફ 98 સરસાઈથી આગળ છે. પુડુચેરીમાં એનડીએની આગેવાનીમાં ભાજપના ખાતામાં 17 બેઠક સાથે કોંગ્રેસના ફાળે છ બેઠક પર આગળ છે.