Sat Sep 05 2026

Logo

ભાજપ શાસિત રાજ્યો વારંવાર ઉઘરાણી છતાં ગુજરાતને 7974 કરોડ ચૂકવતાં નથી

2026-02-18 12:06:00
Author: Mayur Patel
ભાજપ શાસિત રાજ્યો વારંવાર ઉઘરાણી છતાં ગુજરાતને 7974 કરોડ ચૂકવતાં નથી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, ભાજપ શાસિત રાજ્યોવાંરવાર ઉઘરાણી કરવા છતાં ગુજરાતને 7974 કરોડ ચૂકવતાં નથી.

 

ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા બંધનું કામ શરૂ કર્યું ત્યારથી લઈને 31 જુલાઈ 2025 સુધીમાં યોજનાના ભાગીદાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી 7974.86 કરોડ લેવાના નીકળે છે. મધ્ય પ્રદેશ પાસેથી 5516.50 કરોડ, રાજસ્થાન પાસેથી 1883.84 કરોડ અને મહારાષ્ટ્ર પાસેથી 574.52 કરોડ લેવાના નીકળે છે.

ગુજરાત દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવી છે પરંતુ વર્ષ 2025ના સમયગાળામાં મહારાષ્ટ્રે 20.94 કરોડ, રાજસ્થાને 13.84 કરોડ મળીને કુલ 34.87 કરોડ જમા કરાવ્યા છે. સૌથી વધુ રકમ મધ્ય પ્રદેશ પાસેથી લેવાની નીકળે છે.  આ માટે મધ્ય પ્રદેશ સાથે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ઈન્દોર ખાતે 28 એપ્રિલ 2025 અને 18 જુલાઈ 2025ના રોજ કરાયેલી બેઠકમાં બાકી રકમની ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ કોઈ રકમ ચૂકવી નહોતી.