Sun Jun 28 2026

Logo

બેન સ્ટૉક્સનો સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આખરી દિન: નિવૃત્તિની ઓચિંતી જાહેરાત કરી

Nottingham   2026-06-28 21:55:19
Author: Ajay Motiwala
Article Image

ECB


નૉટિંગમઃ ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર અને કૅપ્ટન બેન સ્ટૉક્સે જાહેર કર્યું છે કે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંતિમ મૅચ છે. તેણે જાહેરાત કરી છે કે તે આ ટેસ્ટને અંતે નિવૃત્તિ (RETIREMENT) લેશે.

કરીઅરના પર્ફોર્મન્સ પર એક નજરઃ

સોમવાર, 29મી જૂન આ ટેસ્ટનો અંતિમ દિવસ છે અને એ બેન સ્ટૉક્સની શાનદાર કારકિર્દીનો પણ આખરી દિવસ બનશે. તેણે આ જાહેરાત રવિવારે મૅચના ચોથા દિવસે કરી હતી. 35 વર્ષના સ્ટૉક્સ (Stokes)ની કરીઅરના ટૂંકમાં આંકડા આ મુજબ છેઃ (1) 121 ટેસ્ટમાં 7,228 રન અને 246 વિકેટ (2) 114 વન-ડેમાં 3,463 રન અને 74 વિકેટ (3) 43 ટી-20માં 585 રન અને 26 વિકેટ.

2019 વર્લ્ડ કપની જીત સર્વોત્તમ

2019માં ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે વર્લ્ડ કપ ડબલ ટાઇવાળી ફાઇનલની જીત સ્ટૉક્સની 15 વર્ષની અસાધારણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ મૅચ હતી. ઇંગ્લૅન્ડને 2022માં ટી-20 વર્લ્ડ કપનો તાજ અપાવવામાં પણ તેનું મહત્ત્વનું યોગદાન હતું. એ જ વર્ષમાં તેને કૅપ્ટન્સી મળી હતી.

ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીની પ્રથમ મૅચ વખતે સ્ટૉક્સ નાઇટક્લબના વિવાદને કારણે ચર્ચાસ્પદ થયો હતો. શિસ્તભંગના પગલાં તરીકે તેને શ્રેણીની બીજી ટેસ્ટની બહાર કરવામાં આવ્યો હતો અને હવે ત્રીજી ટેસ્ટની મધ્યમાં તેણે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.