Wed Aug 26 2026

Logo

અતીક અહમદના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, ઝાંસી જેલે જતા પૂંછ હાઈવે પર નડ્યો અકસ્માત

2026-08-06 14:03:00
Author: Vimal Prajapati
અતીક અહમદના પુત્રનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત, ઝાંસી જેલે જતા પૂંછ હાઈવે પર નડ્યો અકસ્માત

ઝાંસીઃ ઉત્તર પ્રદેશનો કુખ્યાત માફિયા, ગેંગસ્ટર અને પૂર્વ સાંસદ અતીક અહમદની 2023માં હત્યા થઈ હતી. અત્યારે અતીક અહમદના દીકરાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અતીક અહમદના દીકરા આબાન સહિત બે લોકોનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે ત્રણ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. 

ઝાંસી-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગંભીર માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં માફિયા નેતા અતીક અહેમદના નાના પુત્ર, અબાન અહેમદ અને તેના એક સાથીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ લોકો પ્રયાગરાજથી ઝાંસી જેલમાં અલી અહમદને મળવા માટે જઈ રહ્યાં હતા. આ દરમિયાન પૂંછ વિસ્તારમાં હાઈવે પર તેમની ગાડીને ભયાનક અકસ્મત નડ્યો હતો.

અલી અહમદને મળવા જતા રસ્તામાં નડ્યો અકસ્માત

વિગતે વાત કરવામાં આવે તો, અલી અહમદને પ્રયાગરાજની નૈની જેલમાંથી 1 ઓક્ટોબર, 2025માં ઝાંસીની જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ લોકો તેને મળવા માટે જઈ રહ્યાં હતાં. પરંતુ રસ્તામાં ભયાનક અકસ્માત થયો અને કાળ ભરખી ગયો! આ અકસ્માતની જાણ થતા પોલીસ સત્વરે ઘટના સ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી હતી. 

પૂંછ વિસ્તારમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ

આ અકસ્માતમાં દરમિયાન 28 વર્ષીય અહજમ, 30 વર્ષીય મોહમ્મદ જૈદ, 24 વર્ષીય ઉમર, 24 વર્ષીય આબાન અહમદ અને સોનુ ખાન આ કારમાં સવાર હતા. આ લોકો ગાડી લઈને ઝાંસી જઈ રહ્યાં હતા. પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખિલ્લા ગામમાં પાસે હાઈવે પર આ લોકોની ગાડી બેકાબૂ થઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો.