Wed Aug 26 2026

Logo

સુરતમાં નિધી પટેલની હત્યાનો કેસઃ મોંઢા પર 3 પ્લાસ્ટિકની થેલી ને બીજું શું શું મળ્યું ?

2026-08-26 10:13:53
Author: Mayur Patel
સુરતમાં નિધી પટેલની હત્યાનો કેસઃ મોંઢા પર 3 પ્લાસ્ટિકની થેલી ને બીજું શું શું મળ્યું ?

સુરતઃ   નિધી પટેલની હત્યાનો કેસની હાલ તપાસ ચાલી રહી છે. કોઈ જાણભેદુ હત્યા પાછળ હોવાની આશંકા છે. હત્યા સમયે નિધીના મોંઢા પર 3 પ્લાસ્ટિકની થેલી બાંધી હતી. ઉપરાંત , ત્રણ દોરી બાંધી હતી અને ચોથી દોરી બાંધી હત્યા કરી હતી. તેમજ ઘરમાંથી 25 હજાર રોકડા, ચેઇન-વીંટી અને સાંકળાની લૂટ થઈ હતી.

મૃતકના પિતાએ શું કહ્યું

મૃતક નિધી પટેલના પિતાએ કહ્યું, તેમની દીકરીએ એન્જિનિયરિંગ પૂરું કર્યું હતું અને કેનેડા જવાની તૈયારી કરતી હતી. આ માટે તેણે પરીક્ષા પણ આપી હતી. પાસપોર્ટ પણ કઢાવી લીધો હતો. ચારથી પાંચ જ મહિનામાં તે કેનેડા જવાની હતી. પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરીએ. ઘટના બાદથી ગોદાવાડી ગામમાં ભયનો માહોલ છે.

પરિવારમાં કોણ કોણ છે

મૃતક નિધી પટેલ ભણવામાં તેજસ્વી હતી. તે વિદેશ જઈને ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું સપનું જોતી હતી. તેના પરિવારમાં માતા-પિતા ઉપરાંત બે બહેનો છે.  એક બહેન કેનેડામાં‎ રહે છે. જેથી તેણે ત્યાં જવાનું નક્કી કર્યું હતું. જ્યારે બીજી બહેન મહારાષ્ટ્રના પુણમાં રહે છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળની સ્થિતિ જોતાં એવું લાગે છે કે હત્યાને લૂંટ જેવો રંગ આપવાનો ફક્ત પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુનેગારો પાછળના દરવાજેથી કોઈ પણ પ્રકારની ઝપાઝપી કે અવરોધ વગર ઘરમાં ઘૂસ્યા હતા, જેથી હત્યા પાછળ કોઈ પરિચિત વ્યક્તિ હોવાની પ્રબળ આશંકા છે.હત્યારાઓ પહેલેથી જ જાણતા હતા કે ઘરમાં કોણ હાજર છે અને કબાટ ક્યાં આવેલો છે. આથી પોલીસનું માનવું છે કે હત્યાનો મુખ્ય હેતુ માત્ર ચોરી કે લૂંટ નથી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની તપાસ એજન્સીઓ ગામમાં જ રોકાઈને તપાસ કરી રહી છે. નિધીના કૉલેજના મિત્રો અને પિરિચિતોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. રત ગ્રામ્ય એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ DySP, 4 PI અને 8 PSI સહિત કુલ 8 અલગ-અલગ ટીમો આ કેસ ઉકેલવા કામે લાગી છે. માંડવી PI જે.એસ. વળવી તપાસનું સંચાલન કરી રહ્યા છે. કેસ ઉકેલવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે તેમજ ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોના નિવેદનો પણ નોંધાયા છે.

શું છે સમગ્ર કેસ

સુરતના માંડવી તાલુકાના ગોડાવાડી ગામમાં રહેતા નિધીના માતા-પિતા અંબાજી દર્શન કરીને સોમવારે વહેલી સવારે 3.30થી 4.00 વાગે પરત આવ્યા ત્યારે તેમની દીકરી મૃત હાલતમાં મળી આવી હતી.  બનાવ સમયે નિધી પટેલ ઘરમાં એકલી જ હતી. ગુનેગારોએ 22 વર્ષીય નિધીના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધી હતી. ત્યારબાદ તેના ગળાના ભાગે દોરી બાંધીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નીપજાવીને ઘરમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. નિધી પટેલના માતા-પિતાના જણાવ્યા મુજબ, તેમણે રવિવારે રાત્રે 9.30ની આસપાસ દીકરી સાથે વાત કરી હતી. લૂંટારાઓએ ઘરમાં ઘૂસી કાળી પટ્ટીથી નિધીના હાથ બાંધી માથા પર પ્લાસ્ટિકની થેલી પહેરાવી ચાર્જિંગ કેબલના વાયરથી  ગળું દબાવી હત્યા કરી દીધી હતી.