મુંબઈઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ ત્રણ રાજ્યો - પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં સફળતા મેળવી છે. આસામમાં ભાજપે હેટ્રિક કરી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવી છે. બંગાળમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે, જેના અંગે મહારાષ્ટ્રમાંથી મહત્ત્વની પ્રતિક્રિયા મળી છે.
ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત મેળવી છે ત્યારે નાયબ મુખ્યપ્રધાન અને શિવસેના શિંદે પક્ષના વડા એકનાથ શિંદેએ ભાજપની આ જીત પર પ્રતિક્રિયા આપી છે. “ભાજપને પશ્ચિમ બંગાળમાં કાલી માતા અને આસામમાં કામાખ્યા દેવીના આશીર્વાદ મળ્યા છે. 'આસામ મેં વિજય આસાન હૈ, સિર્ફ ભાજપા હી પહેચાન હૈ' એ સૂત્ર ફરી એકવાર સાકાર થયું છે.
पश्चिम बंगाल की काली माता का और असम की कामाख्या देवी का आशीर्वाद भाजपा को प्राप्त हुआ है ‘ असम में विजय आसान है, सिर्फ भाजपा ही पहचान है’यह घोषणा एक बार फिर सच्ची साबित हुई है। भारतीय जनता पार्टी असम मे लगातार तीसरी बार सत्ता में आ रही है। देश के लोकप्रिय और यशस्वी प्रधानमंत्री…
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) May 4, 2026
ભારતીય જનતા પાર્ટી આસામમાં સતત ત્રીજી વખત સત્તામાં આવી રહી છે. આસામના નાગરિકોએ ફરી એકવાર દેશના લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોખંડી ગૃહ પ્રધાન અમિત શાહના વિઝનમાં વિશ્વાસ દર્શાવ્યો છે. લોકોએ ફરી એકવાર મુખ્યપ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમાની વિકાસ નીતિ અને કાર્યમાં વિશ્વાસ દર્શાવ્યો છે. મારા મિત્ર હિમંતા બિસ્વા સરમાને શુભકામનાઓ," એકનાથ શિંદેએ તેમની પોસ્ટમાં જણાવ્યું હતું.
"નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારને બે લાખથી વધુ મતોના માર્જિનથી ચૂંટાઈ આવવા બદલ હાર્દિક અભિનંદન. બારામતીના લોકોએ સુનેત્રાતાઈને રેકોર્ડ માર્જિનથી ચૂંટીને અજીતદાદાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. તેમાં કોઈ શંકા નથી કે સ્વર્ગસ્થ અજીતદાદા પવારે જોયેલા બારામતીના વિકાસ અને પ્રગતિના સપનાઓને સુનેત્રાતાઈ પૂર્ણ કરશે," એકનાથ શિંદેએ પોસ્ટમાં લખ્યું.