Wed Jul 29 2026

Logo

લોકસભામાં હંગામા વચ્ચે 'એન્ટિ પેપર લીક બિલ' ધ્વનિ મતથી પસાર: NEET મુદ્દે વિપક્ષના આકરા પ્રહાર

2026-07-29 17:51:00
Author: Mumbai Samachar Team
Article Image

 

નવી દિલ્હીઃ ભારે હંગામા અને વિવાદ વચ્ચે 'ધ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) બિલ' ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થી આંદોલનનો પક્ષ લેતા સરકાર પર પ્રહારો કર્યા હતા. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે પરીક્ષા પ્રણાલીને પારદર્શક બનાવવા સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને 2024માં કાયદો લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 52 FIR નોંધવામાં આવી છે. 

નિષ્પક્ષ, પારદર્શક બનાવવાની દિશામાં મજબૂત પગલું

વિપક્ષના જોરદાર હંગામા વચ્ચે લોક પરીક્ષા સંશોધન બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું, ત્યારે ગૃહમાં ચર્ચા વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર કથિત ગોળીબાર અંગે આક્રમક નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર લગાવવામાં આવેલા આરોપો અંગે જોરદાર વિવાદ પણ થયો હતો. સરકારે કહ્યું હતું કે સંશોધન જાહેર પરીક્ષાઓને નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વાસપૂર્ણ બનાવવાની દિશામાં મજબૂત પગલું હશે.

કાયદો લાગુ પાડ્યા પછી બાવન એફઆઈઆર નોંધાવી

બિલ અંગે જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે સરકાર નીટ પેપર લીકમાં ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે અને પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંશોધન સરકારે અગાઉના અનુભવોમાંથી શીખ લઈને કાયદા વધુ મજબૂત બનાવ્યા છે. તેમણે કહ્યું કે 2024માં એન્ટિ પેપર લીક કાયદો લાગુ થયા પછી બાવન એફઆઈઆર નોંધાવી છે. એની સાથે એવો પણ દાવો કરવામાં કરવામાં આવ્યો છે પેપર લીકને કારણે આત્મહત્યામાં ઘટાડો થયો છે. બિલ પસાર કરવામાં આવ્યા પછી લોકસભાની કામગીરી દિવસભર સ્થગિત કરવામાં આવી હતી.

પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ બિલ, 2026 પસાર 

લોકસભામાં આજે ધ પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026 પસાર કરવામાં આવ્યું હતું. ગૃહમાં જોરદાર હંગામા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી હતી. ધ્વનિમતથી બિલ પસાર કરવામાં આવ્યા પછી સંસદમાં જોરદાર વાદ-વિવાદ થયો હતો. જોકે, પોતાના ભાષણ વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આક્રમક તેવર જોવા મળ્યા હતા, જ્યારે ગઈકાલે પ્રિયંકા ગાંધીએ પણ સદનમાં શિક્ષણ પ્રધાન પ્રહ્લાદ જોશી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. 

રાહુલ ગાંધીએ વિદ્યાર્થી આંદોલનને વિદ્યાર્થીઓનો ગણાવ્યો અવાજ

બિલ અંગે ચર્ચા કરતી વખતે રાહુલ ગાંધીએ વિદ્યાર્થી આંદોલન ગુસ્સો, હિંસા અથવા નફરત નહીં, પરંતુ દેશના યુવાનોની ભાવના અને ચિંતાની અભિવ્યક્તિ ગણાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજકીય પક્ષોએ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તેમને સાંભળવા જોઈતા હતા. ભાજપના નેતાઓ પોતાના બાળકોને પૂછ્યું હોત કે પ્રદર્શન શા માટે થઈ રહ્યું છે તો વિદ્યાર્થીઓની ચિંતા ખબર પડી હોત. તેમણે કહ્યું કે યુવાનોએ જે કર્યું એ ખોટું નહોતું અને દરેક ભારતીયોએ તેના પર ગૌરવ થવું જોઈએ.