Sun Aug 23 2026

Logo

આપના સાંસદ સંજય સિંહનો રાજ્યસભામાં  પ્રહાર, પૂછ્યું શું ભાજપના સભ્યો દારૂ કે સિગારેટ નથી પીતા

2026-03-25 18:48:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્રાન્સજેન્ડર(કિન્નર) સમુદાય મુદ્દે સત્તાપક્ષ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. તેમજ  પૂછ્યું  હતું કે ભાજપના સભ્યો દારૂ  કે સિગારેટ  નથી પીતા ?  શું તમે અચાનક શુદ્ધ થઇ ગયા છો. સાંસદ સંજય સિંહે ટ્રાન્સજેન્ડર  (અધિકારોનું રક્ષણ) સુધારા બિલનો વિરોધ કર્યો છે.  રાજ્યસભામાં બિલ પર ચર્ચા દરમિયાન સંજય સિંહે માંગ કરી હતી કે તેને પસંદગી સમિતિને મોકલવામાં આવે અને ત્યારબાદ જ પસાર કરવામાં આવે. તેમણે કહ્યું, ઓછામાં ઓછું તે સમુદાયના સભ્યોની સલાહ તો જેમની માટે તમે આ કાયદો બનાવી રહ્યા છો.

અધ્યક્ષ સ્થાનેથી  ડૉ. દિનેશ શર્માએ દરમિયાનગીરી કરી હતી

સંજય સિંહે ટિપ્પણી કરી કે શાસક પક્ષના સભ્યો દાવો કરે છે કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ  દારૂ કે સિગારેટના નશામાં જોવા મળે  છે. આ ગૃહમાં કેવા પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. તેમણે પૂછ્યું ભાજપના સભ્યો દારૂ કે સિગારેટ  નથી પીતા ?  શું તમે અચાનક શુદ્ધ થઇ ગયા છો ત્યારે  અધ્યક્ષ સ્થાનેથી બોલતા ડૉ. દિનેશ શર્માએ  દરમિયાનગીરી કરી હતી. તેમજ આ પ્રકારની  ટિપ્પણીઓ ન કરવા નિર્દેશ આપ્યો હતો. 

સાંસદ સંજય સિંહે સ્પષ્ટતા કરી 

જેની  બાદ સાંસદ સંજય સિંહે સ્પષ્ટતા કરી હતી કે,  હું તમારો ઉલ્લેખ નથી કરી રહ્યો  હું સારી રીતે જાણું છું કે તમે દારૂ કે ધૂમ્રપાન નથી કરતાં.  તેમણે ભારપૂર્વક કહ્યું કે આ બિલને પસંદગી સમિતિને મોકલવું જોઈએ અને તે પછી જ પસાર થવું જોઈએ.

આ અગાઉ  બિલનો વિરોધ કરતી વખતે, સંજય સિંહે કહ્યું હતું કે, "આપણે એ બાબત પર ગર્વ લેવું જોઇએ કે  45 વર્ષ પછી  તિરુચી શિવાએ એક બિલ રજૂ કર્યું જે આ જ ગૃહ દ્વારા સફળતાપૂર્વક પસાર થયું. છતાં  જ્યારે તે લોકસભામાં પહોંચ્યું  ત્યારે તમે તેને પલટાવી દેવામાં આવ્યું. 

તમે આ સમુદાયના લોકો સાથે દગો કરી રહ્યા છો

તેમણે ભગવાન રામના વનવાસ દરમિયાન કિન્નર સમુદાયના પ્રસંગના ટાંકતા કહ્યું હતું કે તમે કયા સમાજ સાથે દુશ્મની લેવા જઇ રહ્યા છો. ટ્રાન્સજેન્ડર સમુદાયના કલ્યાણ માટે ફાળવણી અને ખર્ચ અંગેના આંકડા ટાંકીને, સંજય સિંહે સરકારને મુશ્કેલીમાં મુકી હતી. તેમણે કહ્યું કે  સમગ્ર દેશમાં કિન્નર સમુદાયના સભ્યો સરકારની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું કામ કરશે. તમે આ સમુદાયના લોકો સાથે દગો કરી રહ્યા છો.